For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amazing: એક લીટર પેટ્રોલમાં માણો, 1000 કિ.મીની યાત્રા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

car
દુબઇ, 4 એપ્રિલ: સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)માં એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ એક એવી કાર ડિઝાઇન કરી છે, જે એક લીટર પેટ્રોલમાં એક હજાર કિલોમીટરનું અંતર કાપશે. સમાચાર એજન્સી ડબ્લ્યૂએએમના જણાવ્યા અનુસાર ઓછા વજનવાળી આ કારનું નામ ઇકો-દુબઇ 1 રાખવામાં આવ્યું છે. આ કાર નિર્માણના અંતિમ પડાવ પર છે અને તે આગામી બે અઠવાડિયામાં તેનું પરિક્ષણ કરવામાં આવશે.

દુબઇ સ્થિત 'હાયર કોલેજ ઓફ ટેક્નોલોજી દુબઇ મેન્સ કોલેજ'ના ગત બે વર્ષોથી આ ડિઝાઇન પર કામ કરી રહ્યાં હતા. 25 કિલોગ્રામ વજન ધરાવતી આ કારની લંબાઇ બે મીટર અને પહોળાઇ અડધો મીટર છે. આ કાર જુલાઇમાં દુનિયાભરમાં ડિઝાઇન કરવામાં આવેલી અન્ય કારોની રેસમાં સામેલ થશે.

કાર બનાવનાર વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી અહેમદ ખાલિસ અલ સુવેદીએ કહ્યું હતું કે પેટ્રોલ હંમેશા રહેશે નહી. એક દિવસ આપણી પાસે પેટ્રોલ બિલકુલ નહી હોય. તેથી અમે આ સ્થાનિક્ક ઇકો-કાર ઉદ્યોગની શરૂઆત કરી છે. તેમાં યુએઇનું ભવિષ્ય છે. કુઆલાલમ્પુરના શૈલ્સ ઇકો-મેરોથોનમાં ચારથી સાત જુલાઇ સુધી યોજાનારી રેસમાં આ કારને સામેલ કરવામાં આવી છે.

English summary
A team of engineering students in the UAE have designed a car that could potentially travel up to 1,000 km on just one litre of fuel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X