પૃથ્વી તરફ આવી રહી છે 22 અણુબોમ્બ જેટલી તાકતવર આફત, જાણો માનવજાત પાસે કેટલો સમય છે?
અવકાશમાંથી પૃથ્વી પર સતત આફતનો વરસાદ થતો રહે છે. જો કે પૃથ્વીના વાતાવરણને કારણે મોટાભાગની આફતો વાતાવરણમાં પ્રવેશતા જ સળગીને નષ્ટ થઈ જાય છે ત્યારે હવે એક મોટી આફત પૃથ્વી તરફ આગળ વધી રહીછે.
હાલમાં જ વૈજ્ઞાનિકોએ લોકો સાથે એક એવી માહિતી શેર કરી છે જેને ટેન્શન વધારી દીધુ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અવકાશમાંથી એક એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે. આ એસ્ટરોઇડમાં 22 પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી છે. જો આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો વિનાશ સર્જશે.

વૈજ્ઞાનિકોએ લોકોને ચેતવણી આપતા તારીખ વિશે પણ માહિતી આપી છે. આ એસ્ટરોઇડનું નામ બેન્નુ છે અને તે પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે દર 6 વર્ષે પૃથ્વી તરફ આવે છે પરંતુ આ વખતે વધુ ખતરો છે.
વૈજ્ઞાનિકોના મતે તે પૃથ્વી સાથે ટકરાઈ પણ શકે છે. જો કે વૈજ્ઞાનિકોએ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ઘણી વખત વ્યક્ત કરી હતી પરંતુ આવું ક્યારેય બન્યું નથી.
વૈજ્ઞાનિકોનું માનીએ તો આ અથડામણ 22 પરમાણુ બોમ્બ જેટલી વિસ્ફોટક હશે. આનાથી પૃથ્વીમાં હોલ પણ પડી શકે છે. જો 22 પરમાણુ બોમ્બની સમકક્ષ અથડામણ થાય તો પૃથ્વી પર કેવા પ્રકારની તબાહી સર્જાશે તેની કલ્પના પણ હચમચાવી મુકનારી છે.
1945 માં અમેરિકાએ હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યો તેને લગભગ 0.015 મેગાટન TNT ઊર્જા ઉત્પન્ન કરી હતી. જો એસ્ટરોઇડ બેન્નુ પૃથ્વી સાથે અથડાય તો 1200 મેગાટન TNT જેટલી ઉર્જા ઉત્પન્ન થશે. આ હિરોશિમામાં છોડવામાં આવેલી ઊર્જા કરતાં હજારો ગણી વધારે હશે.
વૈજ્ઞાનિકોના મતે 159 વર્ષ બાદ 24 સપ્ટેમ્બર 2182ના રોજ આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાશે. પરંતુ અમેરિકન સ્પેસ એજન્સી નાસા તેની દિશા બદલવાનો પ્રયાસ કરી રહી છે જેથી તેને પૃથ્વી સાથે ટકરાતા અટકાવી શકાય.












Click it and Unblock the Notifications
