ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલી વધી, એડલ્ટ સ્ટારને પૈસા આપવાના મામલે થઇ શકે છે ધરપકડ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલી વધી શકે છે. પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલને આપવામાં આવેલા પૈસાની તપાસ બાદ બ્યુરોએ તેમને આરોપી ગણાવ્યા છે. એટલે કે હવે તેમની સામે આ મામલે કેસ ચાલશે. ડોનાલ્ડ ટ્રંપ પર આરોપ છેકે, તેમણે 2016 માં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટારને પૈસા આપ્યા હતા. ટ્રંપ પર લગ્ન સિવાય સંબંધ રાખવાનો આરોપ હતો. પરંતુ તે નહોતા ઇચ્છતા કે ચૂંટણી પ્રચાર દરમિયાન આ વાત સામે આવે. આજ કારણે તેમણે પોર્ન સ્ટારને પૈસા આપ્યા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપિતઓ પર આ પહેલી વાર ક્રિમિનલ કેસ લાગ્યો છે.

ગ્રેંડ જ્યુરીએ આ વાતને માની છે કે, ડોનલ્ડ ટ્રંપે પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને 130000 ડોલર આપ્યા હતા. તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે, તેમની વિરુદ્ધ કયા કયા આરોપ લાગ્યા છે. જે અનુસાર કેસ ચાલશે. ટ્રંપની લીગલ ટીમનું કહેવુ છે કે, તેમની વિરુદ્ધ શુ ચાર્જ છે. હજી સુધી તે નથી કહેવામાં આવ્યુ. સાથે જ ટ્રંપન લીગલ ટીમનું કહેવુ છે કે, ડોનાલ્ડ ટ્રંપ આગામી અઠવાડીયે સરેન્ડર કરી દેશે.
જણાવી દિએ કે, ડોનાલ્ડ ટ્રંપ ફ્લોરિડામાં રહે છે અને તે ન્યુયોર્ક સીટિ આવશે. કોર્ટમાં સુનવણી દરમિયાન પોતાનું સમર્પણ કરી શકે છે. કોર્ટે જેવી રીતે ટ્રંપ વિરુદ્ધ કેસ ચલાવ્યો છે તે જોતા રિપબીકન અને ટ્રંપ સહયોગીઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફઓર્મ અને ઇન્ટર્વ્યુમાં ટ્રપે પોતાના વિરુદ્ધ ચલામાં આવતા કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે. વકીલે કહ્યુ કે, તેમણે કોઇ જ અપરાધ નથી કર્યો. અમે કોર્ટમાં રાજનીતિક કેસનો સામનો કરીશુ.












Click it and Unblock the Notifications
