બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ, 14 લોકોના મોત, 100થી વધુ ઘાયલ
બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં શનિવારે ઓક્સિજન પ્લાન્ટમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે સાત માળની ઈમારતમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અચાનક થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બાંગ્લાદેશી અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટ એક વ્યસ્ત બજારની ઇમારતમાં થયો હતો. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, એક કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે વિસ્ફોટ થયો હતો.

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર ગુલિસ્તાન વિસ્તારમાં એક કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે વિસ્ફોટ થયો હતો. ગુલિસ્તાન બીઆરટીસી બસ કાઉન્ટરની દક્ષિણ બાજુએ આવેલી પાંચ માળની ઈમારત, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સેનેટરી શોપ, બેંકની ઓફિસ બ્લાસ્ટથી પ્રભાવિત થઈ છે. જોકે, કોઈ ઈમારત ધરાશાયી થવાના સમાચાર નથી.
At least 7 people killed, over 70 people injured in an explosion at a building in Bangladesh's Dhaka: Local media
— ANI (@ANI) March 7, 2023
ફાયર બ્રિગેડ સેવા સાથે જોડાયેલા અધિકારી રશીદ બિન ખાલિદે જણાવ્યું હતું કે ફાયર સર્વિસના અગિયાર યુનિટ બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટના સ્થળે કામ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
