ટેટૂનો એવો શોખ કે પતિને પણ છોડી દિધો, હવે 30 વર્ષ નાના બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે!
શરીર પર ટેટૂ કરાવવાનો ક્રેઝ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે. કેટલાક લોકોને ટેટૂનો એવો શોખ હોય છે કે લોકો આખા શરીર પર રંગીન ટેટૂ કરાવે છે. પોલેન્ડમાં રહેતી 52 વર્ષીય એડ્રિયાના આઈઝેનબેચે પણ આવું જ કંઈક કર્યું છે.
શરીર પર ટેટૂ કરાવવાનો ક્રેઝ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે. કેટલાક લોકોને ટેટૂનો એવો શોખ હોય છે કે લોકો આખા શરીર પર રંગીન ટેટૂ કરાવે છે. પોલેન્ડમાં રહેતી 52 વર્ષીય એડ્રિયાના આઈઝેનબેચે પણ આવું જ કંઈક કર્યું છે. એડ્રિયાનાના આખા શરીર પર ટેટૂ છે. શરીરનો 96% ભાગ રંગીન ટેટૂથી ઢંકાયેલો છે. એડ્રિયાનાના ટેટૂઝ તેના પતિને પસંદ નહોતા તેથી એડ્રિયાનાએ પતિને જ છોડી દીધો.

ટેટૂથી ભરેલું શરીર
ડેઈલી સ્ટાર અનુસાર, 52 વર્ષની એડ્રિયાનાએ તેનું પહેલું ટેટૂ 48 વર્ષની ઉંમરે કરાવ્યું હતું. માથાથી પગ સુધી તેણે તેના શરીરને ટેટૂથી ભરી દીધું છે. એડ્રિયાનાનો આ શોખ પતિને પસંદ ન આવ્યો. બંને વચ્ચે ઝઘડા થયા અને એડ્રિયાનાએ તેના પતિ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને બંને અલગ થઈ ગયા. એડ્રિયાનાએ પોતાના શરીર પર વિવિધ પ્રકારની આર્ટવર્ક બનાવી છે.

ક્વિન ઓફ સ્કેન્ડલ
એડ્રિયાનાને લોકો ક્વિન ઓફ સ્કેન્ડલ તરીકે જાણે છે. તેણી હંમેશા ટેટૂને પસંદ કરતી હતી અને તેના શરીરને રંગવા માંગતી હતી, પરંતુ એડ્રિયાનાના પતિને તે પસંદ ન હતું, તેથી તે તેનો શોખ પૂરો કરી શકી ન હતી. તેણે હિંમતથી તેની શરૂઆત કરી અને તેના આ શોખને કારણે તેના પતિને પણ છોડી દીધો.

શરીરનો સંપૂર્ણ ભાગ ટેટૂથી ઢંકાયેલો
એડ્રિયાનાએ તેના શરીરના લગભગ 96.05 ટકા પર ટેટૂ કરાવ્યા છે અને તે બાકીના ભાગ પર પણ ટેટૂ કરાવવા માંગે છે. તે કહે છે કે તેને કોઈ ડિઝાઈન ગમતાંની સાથે જ તે ચોક્કસથી બનાવી લેશે. જોકે એડ્રિયાનાએ કહ્યું હતું કે ટેટૂ કરાવવું સરળ નથી. આ માટે તેમને ઘણી પીડા સહન કરવી પડે છે.

30 વર્ષ નાના યુવક સાથે ડેટિંગ
આ દિવસોમાં એડ્રિયાના એક એવા વ્યક્તિને ડેટ કરી રહી છે જે તેના કરતા 30 વર્ષ નાનો છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તેની મુલાકાત ડેવિડ ઝૈતાન સાથે થઈ હતી. ડેવિડ પોતાને સ્કેન્ડલ કિંગ કહે છે અને બંને છેલ્લા ઘણા મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ટેટૂના કારણે બંને એકબીજાના રિલેશનમાં આવી ગયા છે.












Click it and Unblock the Notifications
