For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સાપોમાં રહસ્યમય દુર્લભ રોગ દેખાયો, મમી જેવા શરીર થઈ રહ્યા છે

અમેરિકામાં સાપ ઉપર એક ગંભીર સંકટ દેખાયુ છે. સાપ રહસ્યમય રોગની ઝપટમાં આવી રહ્યા છે. અમેરિકાના પૂર્વ ભાગમાં, સાપ દુર્લભ ચામડીના રોગથી સંક્રમણ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં સાપ ઉપર એક ગંભીર સંકટ દેખાયુ છે. સાપ રહસ્યમય રોગની ઝપટમાં આવી રહ્યા છે. અમેરિકાના પૂર્વ ભાગમાં, સાપ દુર્લભ ચામડીના રોગથી સંક્રમણ થઈ રહ્યા છે. અહેવાલ મુજબ, આ રોગના કારણે સાપની આંખો ઉપર એક સ્તર બની રહ્યુ છે અને માથાના ભાગની ચામડી સુકાઈ રહ્યી છે, જેના કારણે સાપ પોપડાની જેમ થઈ જાય છે. જેના કારણે સાપ મરી રહ્યા છે.

રહસ્યમયી રોગથી સાપના મોત

રહસ્યમયી રોગથી સાપના મોત

ડોક્ટરોએ કહ્યું છે કે, આ દુર્લભ રોગના કારણે સાપ મરી રહ્યા છે, તે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે, જેને એસએફડી તરીકે ઓળખવામાં આવે છે. યુએસ જીઓલોજીકલ સર્વેના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ એક ખૂબ જ દુર્લભ અને રહસ્યમય રોગ છે, જે ફક્ત સાપમાં થાય છે. આ રોગ સૌ પ્રથમ 2008 માં જોવા મળ્યો હતો, હવે ફરીથી એકવાર પૂર્વ અમેરિકામાં સાપ ભયંકર સ્તરે આ રોગનો શિકાર બની રહ્યા છે. યુએસની એક એજન્સીએ તેના ફેસબુક પેજ પર લખ્યું છે કે, આ દુર્લભ રોગને લીધે વિશાળ સંખ્યામાં સાપ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

મોટી સંખ્યામાં સાપના મોત

મોટી સંખ્યામાં સાપના મોત

રિપોર્ટ અનુસાર, પૂર્વ અમેરિકાના ઘણા ભાગોમાં સાપોમાં ઓફીડિઓમાઈસેસ ઓફીડિકોલા નામના રોગથી અસરગ્રસ્ત ઘણાં સાપ 2017 માં જોવા મળ્યાં હતાં. 20019 માં, યુએસજીએસ નામની એજન્સીએ લ્યુઇસિયાનાના વર્મિલિયન પેરિશમાં કેટલાક પાણીના સાપો શોધ્યા હતા, જેના પર વિચિત્ર ઘા હતા. આ ઉપરાંત લાઇવ સાયન્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે કેલિફોર્નિયામાં આવા ઘણા સાપ જોવા મળ્યા છે, જેમણે 'મમી' જેવા દેખાય છે. આ સાપ જીવલેણ અને દુર્લભ રોગથી સંક્રમિત થઈ રહ્યા છે. આ સંક્રમણને લીધે, સાપની ત્વચા સખત થઈ જાય છે અને પોપડાની જેમ ફાટી જાય છે. જેમાંથી પ્રવાહી વહે છે. બીજી તરફ સાપની આંખો પર વાદળ જેવું કવર બનવા લાગે છે. તેનાથી સાપને દેખાવાનું બંધ થઈ જાય છે અને તે પીડાદાયક મોતને ભેટે છે.

ખૂબ જ જોખમી રોગ

ખૂબ જ જોખમી રોગ

યુએસજીએસએ કહ્યું કે, આ જીવલેણ સંક્રમણથી સાપનું શરીર વિકૃત થઈ રહ્યું છે. આ સંક્રમણ એટલુ જીવલેણ છે કે, તેનાથી સાપ ખુબ જ નબળા થઈ જાય છે અને પીડાને કારણે મરી રહ્યા છે. બીજી તરફ વૈજ્ઞાનિકોએ સાપમાં ફેલાતા આ ચેપ વિશે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, વધતી જતી માનવ વસ્તી અને જંગલો કાપવાના કારણે સાપ પહેલાથી જ ઘટતા જાય છે. હવે આ દુર્લભ રોગ એસએફડીના કારણે સાપની વસ્તી ભયંકર રીતે ઘટી શકે છે. આપણે વહેલી તકે ફેલાયેલા આ રોગનો ઉપાય શોધવો પડશે.

રોગ ફેલાવા પાછળનું કારણ અજ્ઞાત

રોગ ફેલાવા પાછળનું કારણ અજ્ઞાત

યુએસજીએસના વૈજ્ઞાનિકોએ એસએફડીના કારક એજન્ટને ઓળખ્યુ છે. જે એક ફૂગ છે, જેને ઓફિડિયોમાઈસેસ ઓફિડિયોકોલા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હજુ તે કેવી રીતે ફેલાય છે તેનુ કારણ મળ્યુ નથી. સંશોધનકારોએ અધ્યયનમાં લખ્યું છે કે, જમીનમાં કંઈક એવી વસ્તુ હાજર છે જે કારક એજન્ટ તરીકે કામ કરે છે અને ઓફિડિયોમાઈસેસ ઓફિડિયોકોલા ફેલાવે છે. એક કારણ પ્રદૂષણ પણ હોઈ શકે છે. ફેક્ટરીઓમાંથી ગંદુ પાણી સતત જમીન પર ફેલાતું રહે છે, જેના કારણે આ સંક્રમણ ફેલાઇ રહ્યું હોય. અત્યાર સુધીના અહેવાલો મુજબ, આ રોગને કારણે સાપમાં મૃત્યુ દર ખૂબ જ વધારે છે અને દરેક સંક્રમિત સાપ લગભગ મરી રહ્યા છે.

હવામાન પરિવર્તનની અસર?

હવામાન પરિવર્તનની અસર?

વન્ય પ્રાણીસૃષ્ટિ માટે કાર્યરત યુએસજીએસ. એ કહ્યું છે કે પર્યાવરણમાં પરિવર્તન થતાં સાપની વસ્તીમાં જીવલેણ રોગ ફેલાયો હોય તે સંભવ છે. વધુમાં કહ્યું છે કે એસએફડી સાપથી માણસોમાં ફેલાતો નથી અને આ રોગ સમગ્ર યુરોપ અને અમેરિકામાં 30 થી વધુ સાપ જાતિઓમાં જોવા મળ્યો છે. અમેરિકાના 23 રાજ્યોના સાપ આ રોગથી પીડિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

English summary
A mysterious rare disease appeared in snakes in America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X