ઇક્વેટોરિયલ ગિનીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ : 17 લોકોનાં મોત અને અસંખ્ય ઘાયલ

ઇક્વેટોરિયલ ગિનીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ : 17 લોકોનાં મોત અને અસંખ્ય ઘાયલ

વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકોને ઈજા થઈ છે.

ઇક્વેટોરિયલ ગિનીમાં એક પછી એક થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકોને ઈજા થઈ છે.આરોગ્ય મંત્રાલય મુજબ રવિવારે ઇક્વેટોરિયલ ગિની (ભૂમધ્યરેખા ગિની)ના મુખ્ય શહેર બાટામાં સ્થિત એક લશ્કરી બૅરેક નજીક થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 420 લોકો ઘાયલ થયા હતા.રાષ્ટ્રપતિએ કહ્યું છે કે બૅરેકમાં જે ડાયનામાઇટ છે તેને સંગ્રહ કરવામાં ચૂક થતાં આ વિસ્ફોટ થયાં છે.સોશિયલ મીડિયામાં અકસ્માતની કેચલીક તસવીરો સામે આવી છે, જેમાં શહેરને માથે ધુમાડો દેખાઈ રહ્યો છે.

સરકારી ટેલિવિઝનમાં જે પણ ફૂટેજ આવી છે, તેમાં ઈજાગ્રસ્તોની મદદ કરતા અને તૂટી ગયેલી ઇમારતોમાં ફસાયેલાને બહાર કાઢતા લોકોને જોઈ શકાય છે.

આરોગ્ય મંત્રાલયે એક ટ્વીટ કરીને કહ્યું છે કે સ્વયંસેવકો ઈજાગ્રસ્તોને બાટાની સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જાય. લોકોને અપીલ કરવામાં આવી છે કે ઈજાગ્રસ્તોની મદદ માટે તેઓ આગળ આવે અને રક્તદાન કરે.

https://twitter.com/GuineaSalud/status/1368615526126215171

ઈજાગ્રસ્તોની સારવાર માટે ત્રણ હૉસ્પિટલો સૂચિબદ્ધ કરવામાં આવી છે, જ્યાં ગંભીર અને અતિગંભીર ઈજાગ્રસ્તોને લઈ જવામાં આવી રહ્યા છે.ઘાયલોની વધતી સંખ્યાના કારણે કેટલીક હૉસ્પિટલો સંપૂર્ણ ભરાઈ ગઈ છે. ઈજાગ્રસ્તોની સંખ્યા એટલી વધારે છે કે કેટલાક લોકોને હૉસ્પિટલની જમીન પર સૂવાનો વારો આવ્યો છે.એક સ્થાનિકે સમાચાર સંસ્થાએ એએફપીને જણાવ્યું, "અમે ધડાકો સાંભળ્યો અને તેની થોડી જ મિનિટોમાં ધુમાડો છવાઈ ગયો પણ અમને ખબર નહોતી કે શું થયું છે."ફ્રાન્સના રાજદૂત ઓલિવર બ્રોશેને ટ્વીટ કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આ અકસ્માતને 'આપત્તિ' ગણાવી છે.

https://twitter.com/O_Brochenin/status/1368591144817410050

એક નિવેદનમાં સ્પેનિશ દૂતાવાસે દેશના નાગરિકોને તેમના ઘરે રહેવાની અપીલ કરી છે. દૂતાવાસે અનેક ઇમર્જન્સી નંબરો પણ બહાર પાડ્યા છે.ઇક્વેટોરિયલ ગિની 1968 પહેલાં સ્પેનિશ વસાહત હતી.


ફૂટર

https://www.youtube.com/watch?v=yVNxgomj2ZE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X