For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનુ એક એવુ ગામ જ્યાં રહે છે માત્ર મહિલાઓ, પગ પણ ન મૂકી શકે પુરુષો

મહિલાઓ ખુદને પુુરુષ પ્રધાન સમાજથી આઝાદ કરાવવા માટે દરેક સંભવ કોશિશ કરે છે આનુ એક જીવતુ જાગતુ ઉદાહરણ આફ્રિકામાં જોવા મળ્યુ છે. વાંચો વિગત

|
Google Oneindia Gujarati News

ઉમોજાઃ દુનિયાભરમાં બેશક મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર આપવાની વાત કરવામાં આવતી હોય પરંતુ મહિલાઓ હજુ પણ ક્યાંકને ક્યાંક બરાબરીની લડાઈ લડી રહ્યા છે. મહિલાઓ ખુદને પુુરુષ પ્રધાન સમાજથી આઝાદ કરાવવા માટે દરેક સંભવ કોશિશ કરે છે જેથી ખુલ્લા હવામાં શ્વાસ લઈ શકે. આનુ એક જીવતુ જાગતુ ઉદાહરણ આફ્રિકી દેશ કેન્યામાં સ્થિત એક ગામમાં જોવા મળે છે. ઉત્તરી કેન્યાના સમબુરુમાં સ્થિત આ ગામનુ નામ ઉમોજા છે. જે દુનિયાના બાકીના ગામોથી ખૂબ જ અલગ છે.

પુરુષો પર લાગ્યો છે પ્રતિબંધ

પુરુષો પર લાગ્યો છે પ્રતિબંધ

સ્વાહિલીમાં ઉમોજાનો અર્થ થાય છે એકતા. મહિલાઓએ કાંટાદાર વાડથી ગામને ચારે તરફથી સુરક્ષિત કરેલુ છે. આ ગામની દુનિયાભરમાં એટલા માટે ચર્ચા થાય છે કારણકે અહીં માત્ર મહિલાઓ રહે છે. આ ગામમાં પુરુષોના આવવા પર પ્રતિબંધ છે. આ ગામ એક અભ્યારણ્ય તરૂકે 1990માં 15 મહિલાઓ દ્વારા શરુ કરવામાં આવ્યુ હતુ. આ એ મહિલાઓ હતી જેમનુ બ્રિટિશ સૈનિકોએ રેપ અને શોષણ કર્યુ હતુ પરંતુ આજે આ ગામ અન્ય મહિલાઓને માત્ર જ છત નહિ પરંતુ આજીવિકા પણ આપે છે.

કઈ મહિલાઓેને મળે છે શરણ?

કઈ મહિલાઓેને મળે છે શરણ?

અહીં એ મહિલાઓ શરણ લેવા આવે છે જે ખતના, રેપ, ઘરેલુ હિંસા અને બાળવિવાહથી પીડિત હોય છે. તમને જણાવી દઈએ કે સમબુરુમાં રહેતા લોકો પિતૃસત્તાથી જકડાયેલા છે. આ લોકો બહુવિવાહમાં વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત આ માસઈ જનજાતિ સાથે સંબંધ ધરાવે છે. આજના સમયમાં લગભગ 50 મહિલાઓ ઉમોજા ગામમાં રહે છે. આ મહિલાઓ સાથે તેમના 200 બાળકો પણ અહીં રહે છે. આ લોકો ખુદ જ પોતાની આજીવિકા ચલાવે છે. ગામમાં બાળકોના અભ્યાસ પર પણ પૂરુ ધ્યાન રાખવામાં આવે છે જેથી તે સમાજ વચ્ચે ખુદને ઢાળી શકે. ઉમોજાની સ્કૂલમાં બાજુના ગામના બાળકો પણ ભણવા આવે છે.

કેવી રીતે ચાલે છે ખર્ચ?

કેવી રીતે ચાલે છે ખર્ચ?

મહિલાઓ અને બાળકો પોતાની મહેનતથી જ્વેલરી(હાર, બંગડી, પાયલ વગેરે) બનાવે છે અને તેને નજીકના બજારમાં વેચે છે. આ કમાણીનો એકમાત્ર ઉદ્દેશ આધારભૂત જરૂરિયાતોને પૂરી કરવાનો હોય છે. બાળકોમાં જે છોકરાઓ 18 વર્ષના થઈ જાય તેમને ગામ છોડવુ પડે છે. મહિલાઓની કમાણીનુ અન્ય સાધન પર્યટન પણ છે. ગામમાં રોકાણ કરનાર લોકો પાસેથી પ્રવેશ ફી લેવામાં આવે છે. જે મહિલાઓ વૃદ્ધ થઈ જાય છે તેમને નાની ઉંમરની મહિલાઓને ખતના, બળજબરીથી ગર્ભપાત જેવા સામાજિક મુદ્દાઓ વિશે જણાવે છે. એવુ નથી કે મહિલાઓ આ ગામથી બહાર નથી નીકળતી. મહિલાઓ બાજુના ગામો, બજાર અને સ્કૂલોમાં પણ જાય છે. અહીં રહેતી મહિલાઓનો એક જ ઉદ્દેશ હોય છે, ઈજ્જત અને આત્મસમ્માન સાથે જીવન જીવવુ.

વડોદરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3ના મોત, બચાવકાર્ય ચાલુવડોદરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3ના મોત, બચાવકાર્ય ચાલુ

English summary
A village where men are banned, know there lifestyle and other things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X