For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રહેમાન મલિકનો દાવો, જુંદાલ ભારતીય ગુપ્તચર એજન્સીનો એજન્ટ હતો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે દાવો કર્યો છે કે લશ્કર-એ-તોઇબાના આતંકવાદી અબુ જુંદાલ ભારતીય ગુપ્તચર એજન્સીનો એજન્ટ હતો. જો કે આ આરોપનું ભારતના ગૃહમંત્રાલયે ખંડન કર્યું છે. અબુ જુંદાલને સાઉદી અરબથી પકડીને ભારત લાવવામાં આવ્યો હતો.

રહેમાન મલિકે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે પણ પરેશાન છીએ. અબુ જુંદાલ જાણીતો અપરાધી છે. તે ભારતીય ગુપ્તચર એજન્સી (તે કોઇ ઇન્ટેલીજેન્સ એજન્સી ભારતનો સોર્સનો પણ)નો એજન્ટ હતો. તે પોતે બોલી રહ્યો છે. અમે તેનો રેકોર્ડ જોયો છે. અબુ જુંદાલ મુંબઇ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક છે અને મુંબઇમાં 2008માં ત્રણ દિવસ સુધી ચાલેલા ખુની ખેલ દરમિયાન પાકિસ્તાની આતંકવાદી સંગઠન દ્રારા સ્થાપિત કંટ્રોલ રૂપમાં કથિત રીતે હાજર હતો.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબુ જુંદાલ એક વર્ષ સુધી સાઉદી અધિકારીઓની કેદમાં હતો. તે દરમિયાન પાકિસ્તાને કૂટનિતિક દબાણ વધાર્યું કારણ કે તેમને અનુભવ્યું કે તે 26 નવેમ્બરના કેસમાં સંડોવાયેલા સરકારી તત્વો વિશે જાણકારી આપી શકે છે, રહેમાન મલિકે કહ્યું હતું કે અબુ જુંદાલ સિવાય અન્ય બે ભારતીય પાકિસ્તાન ગયા હતા. તેમને કહ્યું હતું કે 'અમે પરેશાન છીએ કે તે પાકિસ્તાન કેમ ગયા આ રેકોર્ડનો મામલો છે.'

malik-abu-jundal

પાકિસ્તાની નેતાએ તે સ્પષ્ટ કરી દિધું છે કે તે કયા આધારે આ નિવેદન આપી રહ્યાં છે. અબુ જુંદાલનો બનાવટી પાકિસ્તાની પાસપોર્ટ અને પાકિસ્તાની નાગરિક હોવાનું બનાવટી ઓળખપત્ર પણ તેની પાસે મળી આવ્યું હતું. રહેમાન મલિકે કહ્યું હતું કે પાકિસ્તાન તે વાતની શોધ કરી રહ્યું છે કે શું બંને પક્ષોની સરકાર પાસેથી અન્ય તત્વ કોઇ ત્રીજી શક્તિના ઇશારે કામ કરી રહ્યાં છે.

રહેમાન મલિકે કહ્યું હતું કે તમે એ વાતથી સજાગ હશો કે હાલ પરિસ્થિતીએ ખતરનાક વળાંક લઇ લીધો છે. બંને દેશોએ સીમા પર પોત-પોતાના સૈનિકો ગોઠવી દિધા છે. જો બંને પક્ષોના નેતાઓએ પરિપક્વતા ન બતાવી તો પરિસ્થિતી વણસી શકે છે. રહેમાન મલિકે કહ્યું હતું કે આપણે તે ભૂલી જવું પડશે કે ભારત પાકિસ્તાન દુશ્મન છે. અમે કાશ્મિરના મિદ્દે મળી રહ્યાં છીએ.

આ સમગ્ર વાતચીતનો ભાગ છે. અમે 26 નવેમ્બરને ભૂલી ગયા નથી. હું એમ નથી કહેતો કે આ ઘટના ભૂલી જાવ. હું ફક્ત એટલું જ કહું છું કે શત્રુતાની ભાવનાને ભૂલી જાવ. આવો પ્રસન્નતાના યુગને સૃજન કરીએ.

English summary
Rehman Malik claimed that Lashkar-e-Toiba operative Abu Jundal, who was deported from Saudi Arabia, was an agent of Indian intelligence agencies, a charge rubbished by the Home Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X