Abu qatal killed : કોણ હતો અબુ કતલ? પાકિસ્તાનમાં ઠાર થયો લશ્કરનો વધુ એક મોસ્ટ વોન્ટેડ
Abu qatal killed : અબુ કતલ ઉર્ફે ફૈઝલ નદીમ તરીકે પણ ઓળખાતા લશ્કરના આતંકીની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરાઈ છે.
અહેવાલો અનુસાર, અબુ કતલ લશ્કર-એ-તૈયબાનો મહત્વનો આતંકી હતો અને ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો.

અબુ કતલ 2023ના રાજૌરી અને 2024ના રિયાસી બસ હુમલામાં સંડોાયેલો હતો. 9 જૂન, 2024ના રોજ રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પરના હુમલામાં તેની મહત્વની ભૂમિકા હતી. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હૂમલાઓનું આયોજન કરવાના કારણે અબુ કતલ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે એક મહત્વનું લક્ષ્ય હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ભારતીય સેના તેને લાંબા સમયથી શોધી રહી હતી.
અબુ કતલ 2002માં પાકિસ્તાન ગયો હતો અને ત્યાં લશ્કર-એ-તૈયબામાં જોડાયો. આ પછી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને માર્ગદર્શન આપતો હતો. NIA દ્વારા થયેલી તપાસમાં જાણવા મળ્યું કે તે સરહદ પારથી આતંકીઓની ભરતી અને હુમલાઓ માટે જવાબદાર હતો.
ફેબ્રુઆરી 2024માં NIA એ અબુ કતલ સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં અન્ય લશ્કર કમાન્ડરો સાથે મળીને હિંસક હુમલાઓની યોજના બનાવવાનો ખુલાસો થયો હતો.
અબુ કતલને શનિવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો. તેના મોત બાદ તેની હત્યા કોણે કરી તે અંગે ઘણા તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જો કે તે પાકિસ્તાનમાં માર્યો ગયો એ મહત્વપૂર્ણ છે.
અબુ કતલની હત્યા ભારત માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે તે દેશ માટે ભવિષ્યના મોટા જોખમ તરીકે જોવામાં આવતો હતો. તેના મોત સાથે લશ્કર-એ-તૈયબાના એક મોટા ઓપરેટિવનો અંત આવ્યો છે, જે જમ્મુ અને કાશ્મીરમાં અનેક નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર હતો.












Click it and Unblock the Notifications
