‘હું શ્વાસ નથી લઈ શકતો', આ હતા જર્નાલિસ્ટ જમાલ ખાશોગીના અંતિમ શબ્દો

અમેરિકી ચેનલ સીએનએનના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે મરતા પહેલા સાઉદી જર્નાલિસ્ટ જમાલ ખાશોગીના અંતિમ શબ્દો હતા, ‘હું શ્વાસ નથી લઈ શકતો'.

અમેરિકી ચેનલ સીએનએનના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે મરતા પહેલા સાઉદી જર્નાલિસ્ટ જમાલ ખાશોગીના અંતિમ શબ્દો હતા, 'હું શ્વાસ નથી લઈ શકતો'. સીએનએનને જે સૂત્રના હવાલાથી એ દાવો કર્યો છે કે તેની પાસે ખાશોગીના મર્ડર પહેલાની એ ઓડિયો ટેપ છે જેની ટ્રાન્સક્રિપ્ટ તેમણે વાંચી છે. આ સૂત્રએ અમેરિકી ચેનલને જણાવ્યુ કે ખાશોગીની હત્યા પૂર્વનિયોજિત હતી. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આ અંગે ઘણા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા જેના દ્વારા આ હત્યાની પળે પળની જાણકારી આપવામાં આવી રહી હતી.

jamal khashoggi

કોન્સ્યુલેટમાં દાખલ થવાની થોડી મિનિટો બાદ જ હત્યા

સીએનએનએ કહ્યુ છે કે ટર્કીના અધિકારીઓનું માનવુ છે કે આ બધા ફોન કોલ્સ રિયાદમાં બેઠેલા અધિકારીઓને કરવામાં આવ્યા હતા. ખાશોગી વૉશિંગ્ટન પોસ્ટને લખતા હતા. બે ઓક્ટોબરે તે ટર્કીના ઈસ્તંબુલમાં સ્થિત સઉદી કોન્સ્યુલેટમાં દાખલ થયા હતા અને તેની થોડી મિનિટો બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઓડિયો ટેપમાં એ વાતની પૂરી જાણકારી છે કે કેવી રીતે ખાશોગીને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંતિમ સમયમા તેણે કેવી રીતે પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કર્યો. આ વિશે પણ ટેપમાં પૂરુ વિવરણ આપવામાં આવ્યુ છે.

આ ટેપમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કેવી રીતે ખાશોગીને માર્યા બાદ તેના શબના એક આરીથી ટુકડા-ટુકડા કરી દેવામાં આવ્યા. ઓરિજિનલ ટ્રાન્સક્રિપ્ટને ટર્કીની ઈન્ટેલીજન્સ એજન્સીએ તૈયાર કરી છે. સીએનએનનું કહેવુ છે કે તેના એક સૂત્રએ આનુ અનુવાદિત સંસ્કરણ વાંચ્યુ છે અને ત્યારબાદ ખાશોગીની હત્યા સાથે જોડાયેલી તપાસમાં આની સંક્ષિપ્ત જાણકારી પણ આપી. સઉદી અરબના વિદેશ મંત્રીએ રવિવારે આ માંગને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો જેમાં ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગાન તરફથી શંકાસ્પદોના પ્રત્યાર્પણની વાત કહેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X