Adani Bribery Case : લાંચ કેસમાં અદાણીના વોટ્સએપ મેસેજ ડિકોડ, જાણો તપાસમાં શું મળ્યુ?
ભારતના ભ્રષ્ટ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં ધરપકડ વોરંટ જારી થયુ છે. હવે કેસમાં રોજ નવા ખુાલાસા થઈ રહ્યાં છે.
આ કેસમાં અમેરિકન પ્રોસિક્યુટર્સે ચૌકાવનારા ખુલાસા કર્યા છે. આમાં જેમાં ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીના WhatsApp મેસેજ ડિકોડ કરાયા છે.

સાગર અદાણીએ ભારતીય અધિકારીઓને કથિત રીતે ચૂકવેલી લાખો ડોલરની લાંચને ટ્રેક કરવા તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીઓએ આ નોટ્સને લાંચ નોટ્સ ગણાવી છે.
અહેવાલો અનુસાર, 2020ના એક એન્ક્રિપ્ટેડ વોટ્સએપ મેસેજમાં સાગર અદાણીએ આ યોજનાને છુપાવવાની ચેલેન્જ સ્વીકારતા કહ્યું હતું કે હા... પરંતુ તેની પાછળના રહસ્યોને છુપાવવું ખૂબ મુશ્કેલ છે.
બુધવારે આ રહસ્ય ત્યારે ખુલ્યુ જ્યારે યુએસ પ્રોસિક્યુટર્સે સાગર અદાણી, તેના કાકા ગૌતમ અદાણી અને અન્ય છ લોકો પર છેતરપિંડીનો આરોપ મૂક્યો. આરોપમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 265 મિલિયન ડોલરની લાંચ યોજના વીજ પુરવઠાના સોદાને સુરક્ષિત કરવા બનાવવામાં આવી હતી જેનાથી 20 વર્ષમાં 2 બિલિયન ડોલરનો નફો થઈ શકે.
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનએ સિવિલ કેસ દાખલ કર્યો છે, જ્યારે અદાણી જૂથે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને સંભવિત તમામ કાનૂની ઉપાયોને અનુસરવાની વાત કરી છે.
ડોક્યુમેન્ટમાં સાગર અદાણી એ લાંચની રકમ, પ્રાપ્તકર્તાઓ અને સૌર ઉર્જા કરાર પર અપેક્ષિત વળતર સહિતની લાંચ યોજનાની મુખ્ય વિગતો ફોન પર કેવી રીતે રેકોર્ડ કરી તેની વિગતો કોર્ટના દસ્તાવેજોમાં છે.
ફરિયાદીઓનો આરોપ છે કે ફેબ્રુઆરી 2021માં ગૌતમ અદાણીએ જમ્મુ અને કાશ્મીર અને છત્તીસગઢમાં ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ માટે પ્રોત્સાહન બમણા કરવા વિશે લખ્યું હતું.












Click it and Unblock the Notifications
