Afghanistan Earthquake: અફઘાનિસ્તામાં ભૂકંપના કારણે 4,000થી વધુ મોત, 2,000 મકાનો ધરાશાયી

Afghanistan Earthquake: શનિવારના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે 4,000 થી વધુ લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આ અંગે અફઘાનિસ્તાના એક અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.

અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ANDMA) એ જણાવ્યું હતું કે, 6.2-ની તીવ્રતાના બે ભૂકંપમાં લગભગ 2,000 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

Afghanistan Earthquake

ANDMA ના પ્રવક્તા મુલ્લા સૈકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી, અમને જાનહાનિ અંગે જે આંકડા મળ્યા છે, તે કમનસીબે 4,000 લોકોને વટાવી ગયા છે. અમારા ડેટા અનુસાર, લગભગ 20 ગામોમાં, આશરે 1,980 થી 2,000 ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ધરતીકંપ હેરાત પ્રાંત અને પડોશી વિસ્તારોમાં શનિવારે બપોરે અટવાયા હતા, પ્રથમ આંચકા સ્થાનિક સમયાનુસાર (0640 GMT) લગભગ 11.10 કલાકે આવ્યો હતો. વિવિધ સંસ્થાઓની 35 બચાવ ટીમોમાં કુલ 1,000 થી વધુ બચાવકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પ્રયાસો કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન મોહમ્મદ હસન અખુંદે સોમવારે હેરાત પ્રાંતમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા અધિકારીઓના જૂથનું નેતૃત્વ કર્યું હતું. ચીને રવિવારના રોજ અફઘાન રેડ ક્રેસન્ટને તેના બચાવ અને આપત્તિ રાહત પ્રયત્નોમાં મદદ કરવા માટે કટોકટીની માનવતાવાદી સહાય તરીકે 200,000 યુએસ ડોલર રોકડ પ્રદાન કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X