કાબુલમાં વિશાળ ધ્વજ 'હિંદ-અફઘાન દોસ્તી'નું પ્રતીક બન્યો

hind-afghan
કાબુલ, 15 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાનની સરકારે રાજધાની કાબુલના મધ્યમાં એક વિશાળ ધ્વજ ફરકાવ્યો છે જે 'હિંદ-અફગાન દોસ્તી'નું પ્રતિક બન્યું છે. અત્રે નોંધનીય છે કે વિદેશમંત્રી સુષમા સ્વરાજ હાલમાં અફઘાનિસ્તાન પ્રવાસે છે, અને તેમણે આ ધ્વજની ભેટ અફઘાનિસ્તાનને આપી છે.

કાળા, લાલ અને લીલા રંગના આ ઝંડા 97 ફૂટ લાંબા અને 65 ફુટ પહોળા છે. આ લૉસ વેગાસ સ્થિત સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી પણ ઊંચું છે. તેને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે હાલમાં જ પોતાના અફઘાનિસ્તાન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ હામિદ કરજઇને ભેટ તરીકે આપ્યો હતો.

આ ઝંડાને કાબુલની ઐતિહાસિક વજીર અકબર ખાન પહાડી પર ફરકાવવામાં આવ્યો છે. તેને 'મેનારા બાયરાક' નામ આપવામાં આવ્યું છે. તેના ઉદઘાટનના અવસર પર સુષમાએ જણાવ્યું કે ભારતના આ 'એકીકૃત અને સ્વતંત્ર અફઘાનિસ્તાનનું શક્તિશાળી પ્રતીક' માને છે.

તેમણે તે અફગાન નાગરિકો, મુઝાહિદ્દીનો અને સૈનિકોની સરાહના કરી જેમણે આ દેશના નિર્માણ માટે કુર્બાની આપી છે. વિદેશ મંત્રીએ વજીર અકબર ખાન પહાડીના વિકાસ માટે અફગાન સરકારને 10 લાખ ડોલરની મદદનું વચન આપ્યું છે.

તેમણે ભારતને અફઘાનિસ્તાનનું પ્રથમ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવતા જણાવ્યું કે, 'હિંદ અફગાન દોસ્તી જિંદાબાદ.' ઉદ્યોગપતિ નવીન જિંદલની સંસ્થા ફ્લેગ ફાઉંડેશને બે કરોડ રૂપિયાના આ ધ્વજને ભેટ સ્વરૂપે આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X