અફઘાનિસ્તાન: કાબુલ પર તાલિબાનનો કબ્જો, ઘણા ઇલાકાઓમાં ગોળીબાર જારી, 40થી વધુ લોકોના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ હવે તાલિબાને સમગ્ર દેશનો કબજો મેળવી લીધો છે. જ્યારે 15 ઓગસ્ટના રોજ ભારતમાં સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની તાલિબાન દ્વારા કબજે કરવા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ હવે તાલિબાને સમગ્ર દેશનો કબજો મેળવી લીધો છે. જ્યારે 15 ઓગસ્ટના રોજ ભારતમાં સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની તાલિબાન દ્વારા કબજે કરવામાં આવી હતી. અમેરિકી દળોના વાપસી બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં પગ ફેલાવવાનું શરૂ કર્યું. રવિવારે, બળવાખોરોએ કેટલાક પ્રાંતો અને શહેરોનો કબજો લીધા બાદ કાબુલમાં પ્રવેશ કર્યો. દરમિયાન, એવા અહેવાલ હતા કે અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર અને તાલિબાન વચ્ચે 'સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ' માટે વાતચીત ચાલી રહી છે.

કાબુલમાં તાલિબાનના પ્રવેશ બાદ જ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તજાકિસ્તાન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કબજા બાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર પોતાનું શાસન જાહેર કર્યું છે. બીજી બાજુ, બ્રિટન સહિત ઘણા દેશોએ તાલિબાની સરકારને માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. કાબુલમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, મીડિયા રિપોર્ટ મુજબ રાજધાનીમાં ઘણી જગ્યાએ ફાયરિંગના અવાજો સંભળાઈ રહ્યા છે. કાબુલની બહાર લડાઈમાં લગભગ 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય તાલિબાનોએ કાબુલમાં પ્રવેશના તમામ માર્ગો બંધ કરી દીધા છે અને સેન્ટ્રલ જેલના તમામ કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
