અદાણી બાદ હવે હિંડનબર્ગના નિશાને ટ્વિટર ફાઉન્ડર જેક ડોર્સી, જાણો શું આરોપ લગાવાયા?

Hindenburg Research : ગૌતમ અદાણી અને તેની કંપનીઓની દુનિયા હલાવ્યા બાદ હવે હિંડનબર્ગે ટ્વિટર ફાઉન્ડર જેક ડોર્સીની દુનિયા હલાવવાનું શરૂ કર્યુ છે. હિંડનબર્ગનો નવો રિપોર્ટ હવે જેક ડોર્સીને લઈને આવી રહ્યો છે. હિંડનબર્ગે સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીના નેતૃત્વમાં પેમેન્ટ ફર્મ બ્લોક ઈન્ક કંપની પર યુઝર્સની સંખ્યા વધારીને દેખાડવાનો આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ રિસર્ચે કહ્યું છે કે, બ્લોકના પૂર્વ કર્મચારીઓએ 40-75 યુઝર્સને વધારીને દેખાડ્યા છે. બ્લોક ઇન્કના શેરમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ કંપનીની સ્થાપ્ના 2009 માં કરવામાં આવી હતી. આ એક ટેક્નોલોજી કંપની છે.
હિંડનબર્ગ રિસર્ચે આ રિપોર્ટ તેની વેબસાઈટ પર શેર કર્યો છે.રિપોર્ટમાં કહેવાયુ છે કે, બે વર્ષની તપાસમાં સામે આવ્યું છે કે બ્લોકે જાણી જોઈને ડેમોગ્રાફિક્સનો ફાયદો ઉઠાવ્યો, જે બિલકુલ ખોટું છે. કંપનીએ રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા અને આંકડા સાથે છેડછાડ કરી. કંપનીની કેશ એપમાં ઘણી ખામીઓ છે. આ કંપનીનું માર્કેટ કેપ 44 બિલિયન ડોલર છે.
અહીં તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ સામે રિપોર્ટ શેર કર્યો હતો. જેમાં કંપની પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે કંપનીએ શેલ કંપનીઓ દ્વારા શેરના ભાવમાં છેડછાડ કરી છે. આ અહેવાલ સામે આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને તેઓ વિશ્વના ટોચના ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
