કેન્સાસમાં થયેલી ગોળીબારની ઘટનાને ટ્રંપે વખોડી

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપકેન્સાસ ના ગોળીબારમાં ભારતીય એન્જિનિયરની હત્યાના મામલે પહેલીવાર નિવેદન કર્યું છે. અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતાં તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તથા આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રીનિવાસ માટે બે મિનિટનું મૌન પાળી તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

donald trump

ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજા કેન્સાસના એક બારમાં થયેલી ભારતીય એન્જિનિયરની હત્યા બાદ ડોનાલ્ડ ટ્રંપ આ અંગે કંઇ ન બોલતા તેમની ખૂબ આલોચના થઇ રહી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રંપના હરીફ હિલેરી ક્લિંટને પણ આ મુદ્દે ટ્રંપ પાસે જવાબ માંગ્યો હતો.

વ્હાઇટ હાઉસે પણ કેન્સાસ શહેરમાં થયેલી આ ઘટનાની નિંદા કરતાં તેને જાતિવાદથી પ્રરિત હુમલો કીધો હતો. વ્હાઇટ હાઉસના ઉપ પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું હતું કે, જે તથ્યો સામે આવ્યા છે, એના પરથી તો એમ જ લાગે છે કે કેન્સાસમાં ગત અઠવાડિયે જે ઘટના બની એ જાતિવાદથી પ્રેરિત ઘૃણાસ્પદ ઘટના હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવી જાતિવાદથી પ્રેરિત હુમલાઓની કડક શબ્દોમાં ટીકા કરે છે. આ દેશમાં આવી ઘટનાઓને કોઇ સ્થાન નથી.

કેન્સાસમાં ગોળીબારની ઘટનાના 6 દિવસ બાદ આ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પ્રતિક્રિયા સામે આવી હતી.

English summary
The White House said that President Donald Trump has in his thoughts the family of Srinivasa Kuchibhotla.
Please Wait while comments are loading...