For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરી પછી હવે ભારતીય પાન પર પણ યૂરોપમાં પાબંધી લગાવવાની તૈયારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

paan
લંડન, 15 જૂન: કેરી પછી હવે ભારતીય પાનના આયાત પર પણ યૂરોપીય સંઘ (ઇયૂ)માં પાબંધી લગાવવામાં આવી શકે છે. ઇયૂએ ભારતના અલ્ફાંસો કેરી પર એવા કીટકો હોવાના આરોપમાં આ વખતે અસ્થાઇ પાબંધી લગાવવામાં આવી છે જે યૂરોપમાં જોવા મળતા નથી.

ભોજન અને ચારા વિશે ઇયૂની ત્વરિત ચેતાવણી સિસ્ટમ (રાસ્કે) આ અઠવાડિયે જાહેર કરેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારતથી આવેલા પાનના પત્તાની કેટલીક ખેપોમાં સાલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ જોવા મળ્યું છે. ઇયૂ આ પહેલાં આ વર્ષે બાંગ્લાદેશમાંથી પાનના આયાત પર પાબંધી લગાવી ચૂક્યું છે જે ઓછામાં ઓછી જુલાઇ સુધી લાગૂ રહેશે.

રાસ્ફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, '2011 થી પાનના પત્તામાં રાલમોનેલાના સંક્રમણના કેસ સતત મળતા રહ્યાં છે. બ્રિટેનથી સતત આ પ્રકારનો રિપોર્ટ મળ્યા બાદ બાંગ્લાદેશમાંથી પાનના પત્તાની આયાત અસ્થાઇ રીતે પાબંધી લગાવી દેવામાં આવી તથા ભારત અને થાઇલેંડથી આવનાર પાનની ખેપ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. સાલમોનેલા બેક્ટેરિયાના સંક્રમણથી ગંભીર ઉલટી-ઝાડાની ફરિયાદ થઇ શકે છે.

આ સંગઠને ગત વર્ષે ભારતને ખાદ્ય પદાર્થોમાં સંક્રમણને લઇને 111 વખત સૂચિત અને સચેત કર્યા હતા. તેમાંથી 12 કેસમાં મીઠી લીમડી પત્તા અને 84 કેસમાં ભીંડાને લઇને સૂચિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ કેસમાં લાલ મરચાંને લઇને કરવામાં આવ્યા હતા.

English summary
Betel or 'paan' leaves from India may be the next item to be banned by the European Union (EU), which has already imposed an import ban on Alphonso mangoes over claims of a fruit fly infestation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X