For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આને કહેવાય નસીબ! મોતને પણ માત આપીને કરોડપતિ પણ બન્યો

|
Google Oneindia Gujarati News

લગભગ એક અઠવાડિયા પહેલા અમિરેટ્સના એક વિમાનની અંદર ટેકનિકલ ખામી સર્જાતા દુબઇ એરપોર્ટ પર ક્રેશ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તેમાં તે સમય લગભગ 300 યાત્રીઓ સવાર હતા. જો કે ક્રૂ મેમ્બરની ચપળતાના કારણે તમામ યાત્રીઓને સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જો કે ક્રેશ લેન્ડિંગ ન કરાઇ હોત તો આ તમામ યાત્રીઓની મોત સાથે જ એક મોટી દુર્ધટના થઇ ગઇ હોત. પણ કહેવાય છે જેના નસીબમાં જીવવાનું લખ્યું હોય છે તેને મોત પણ નથી મારી શકતી.

તેવું જ કંઇક અહમદ અબ્દુલ ખાદર સાથે થયું. તેમનું નસીબ એવું તો ચમક્યું કે તેમને આ ક્રેશ લેન્ડિંગ દરમિયાન ખાલી મોતને જ માત નથી મંગળવારના રોજ દુબઇની મોટી લોટરીના વિજેતા જાહેર થઇને રાતો રાત કરોડપતિ થઇ ગયા. મંગળવાર અહમદ દુબઇની એક લોટરી દ્વારા 1 મિલિયન ડોલર (લગભગ 6.5 કરોડ રૂપિયા)ના માલિક બન્યા છે.

dubai

ત્યારે ખરેખરમાં તેમણે તે કહેવાત સાબિત કરી દીધી છે કે જો તમારું નસીબ જોર કરતું હોયને તો ભલભલી વસ્તુઓ પણ તમારું કંઇ જ નથી બગાડી શકતી. અહમદ મુળ કેરળના છે અને તે મિડલ ઇસ્ટમાં 1978થી કાર ડિલર અને ફ્લીટ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે પોતાને આ લોટરીનો જેકપોટ લાગ્યા બાદ અહમદે જણાવ્યું કે મારી પત્ની હંમેશા મને લોટરી પાછળ પૈસા બગાડવા માટે ટોકતી હતી. પણ મને વિશ્વાસ હતો કે એક દિવસ હું જરૂરથી લોટરી જીતીશ!

English summary
Ahmad abdul khader who escaped death in emirates crash landing dubai become millionaire after he won a lottery of one million dollar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X