ગૂમ અલ્જીરિયાઇ વિમાનનો કાટમાળ માલીમાં મળ્યો, 116ના મોત

કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારે ગૂમ થયેલું અલ્જીરિયાઇ વિમાનનો કાટમાળ ફાસોની સરહદ પાસે માલીમાં મળ્યો છે. આ વાતની જાણકારી ફાસો સેનાના જનરલ ગિલબર્ટ ડિયાનડીરીએ મીડિયાને આપતા જણાવ્યું 'અમને અલ્જીરિયાઇ વિમાન મળી ગયુ છે, તેનો કાટમાળ શોધી લેવામાં આવ્યો છે, તે ફાસોની સીમાથી 50 કિલોમિટર ઉત્તરમાં મળ્યો છે. આ હિસાબે વિમાનમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે.'
અત્રે નોંધનીય છે કે આગડૂગૂથી રવાના થયેલ આ વિમાન એએચ-5017 અલ્જીયર્સ જઇ રહ્યા હતા. ગુરુવારે સવારે વિમાન એએચ-5017ના ગાયબ થવાના સમાચાર રડારે આપ્યા હતા. એર અલ્જીરીનું એક વિમાન એએચ-5017 ઉડાન ભર્યાના 50 મિનિટ બાદ રડારથી ગાયબ થઇ ગયું હતું. આ વિમાનમાં 6 ક્ર્યૂ મેમ્બર સહિત 110 મુસાફરો સવાર હતા. વિમાનને છેલ્લીવાર ભારતીય સમય પ્રમાણે રાત્રે 1.50 મિનિટે રડાર પર જોવાયું હતું.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>The wreckage of flight <a href="https://twitter.com/hashtag/AH5017?src=hash">#AH5017</a> found in Mali near the Burkina Faso border. No news yet of those on board. Details: <a href="http://t.co/IHwERSafo0">http://t.co/IHwERSafo0</a></p>— Yahoo Malaysia (@Yahoo_MY) <a href="https://twitter.com/Yahoo_MY/statuses/492491808182501378">July 25, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>એ સમયે વિમાન પશ્ચિમી આફ્રીકાની પાસે હતું. સાચા સમય અનુસાર વિમાન સવારે પાંચ વાગ્યે જ અલ્જીરિયા પહોંચી જવાનું હતું. જાણકારી અનુસાર હવામાન ખરાબ હોવાના કારણે વિમાનને માર્ગ બદલવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ વિમાન રડારથી ગાયબ થઇ ગયું હતું અને ત્યારબાદ વિમાન ક્રેશ થઇ જવાના સમાચાર આવ્યા.
આ પ્રકારે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થઇ જવાના કારણે લોકો ભારે શોકમાં છે અને તેમણે પોતાનું દુ:ખ ટ્વિટર પર વ્યક્ત કર્યું છે.












Click it and Unblock the Notifications
