162 મુસાફરો સાથે એર એશિયાનું વિમાન ગુમ
જકાર્તા, 28 ડિસેમ્બર: એક દુ:ખદ સમચાર જકાર્તાથી આવી રહ્યા છે, ઇંડોનેશિયાના સુરાબાયા શહેરથી સિંગાપોર જઇ રહેલું એર એશિયાનું વિમાન સવારે લગભગ પોણા પાંચ વાગે હવાઇ ટ્રાફીક નિયંત્રણ(એટીસી)ના સંપર્કથી બહાર જતુ રહ્યું હતું. આ સમાચાર એજન્સી સિન્હુઆએ આપ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના ગુમ થયાના સમાચાર એર એશિયા તરફથી આપવામાં આવ્યા છે.

એર એશિયાએ વિમાનમાં સવાર યાત્રીઓના પરિજનો અને મિત્રો માટે ઇમરજન્સી કેન્દ્ર શરૂ કરી દીધું છે અને એક નંબર +622129850801, +622129850801 પણ જારી કર્યો છે. આપને જણાવી દઇએ કે આ વિમાનમાં 155 યાત્રી અને 6 ક્રૂ મેંબર્સ સવાર હતા.












Click it and Unblock the Notifications
