Alex Consani : કોણ છે એલેક્સ કોન્સાની? જેને પહેલી ટ્રાન્સજેન્ડર મોડલ ઓફ ધ યર બનીને ઇતિહાસ રચ્યો?

Who is Alex Consani : અમેરિકી ટ્રાન્સજેન્ડર મોડલ એલેક્સ કોન્સાનીએ મોડલ ઓફ ધ યર બનીને ઇતિહાસ રચ્યો છે. તે આવુ કરનાર પ્રથમ મોડલ છે.

એલેક્સ કોન્સાની લંડનમાં 2024 ફેશન એવોર્ડમાં મૉડલ ઑફ ધ યર એવોર્ડ જીતનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની છે. તે પ્રથમ ટ્રાન્સ વુમન છે.

Alex Consani

આ એવોર્ડ જીત્યા બાદ કોન્સાનીએ કહ્યું કે, આ જીત ફેશન ઉદ્યોગમાં સાચી દિશામાં લેવાયેલું એક મોટું પગલું છે. 21 વર્ષીય કોન્સાનીએ 2019 માં IMG મોડલ સાથે કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તેણીએ અનોખી સ્ટાઈલ અને વ્યક્તિત્વ દ્વારા TikTok પર લગભગ 4 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા છે. 2021 માં ટોમ ફોર્ડ માટે તેણીના રેમ્પ ડેબ્યુ કર્યા પછી એલેક્ઝાન્ડર મેક્વીન અને વર્સાચે જેવી ટોચની બ્રાન્ડ્સ માટે પણ વોક કર્યું છે.

હાલમાં જ કોન્સાની અને વેલેન્ટિના સેમ્પાઈઓએ વિક્ટોરિયાના સિક્રેટ ફેશન શોમાં રેમ્પ વોક કરીને ઈતિહાસ રચ્યો છે. આ શોમાં પ્રથમ વખત બે ટ્રાન્સ મોડલ્સે ભાગ લીધો છે.કોન્સાનીએ તેના વક્તવ્યમાં કહ્યું કે, તે આ સફળતાનો શ્રેય બ્લેક ટ્રાન્સજેન્ડર મહિલાઓને આપે છે, જેમણે તેમના માટે આ રસ્તો સરળ બનાવ્યો.

તેણીએ ભાષણમાં આગળ કહ્યું કે, ટ્રાન્સ સમુદાયના સંઘર્ષ અને સમર્થનને કારણે તે આજે જ્યાં છે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકી. તેણીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે એકબીજાને ટેકો આપીએ, ખાસ કરીને જે ઈન્ડસ્ટ્રીમાં હલકી ગુણવત્તા અનુભવતા હોય. આ પ્રસંગે તેણીએ તેના માતા-પિતાનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે તેના મોડેલિંગના સપનાને હંમેશા ટેકો આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X