ભારતમાં ફરીથી પેગાસસનું ભુત ધુણ્યુ, પત્રકારોના ફોન હેક થયા હોવાના અહેવાલ
મોદી સરકાર પર સત્તાનો દુરૂપયોગ કરીને દેશના જાણીતા લોકોની જાસૂસી કરવાના આરોપ લાગી રહ્યા છે ત્યારે હવે ફરીથી એક વખત પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને વોશિંગ્ટન પોસ્ટે હાલ એક અહેવાલમાં મોટો ધડાકો કર્યો છે. નવી ફોરેન્સિક તપાસમાં ખુલાસો થયો છે કે ભારતમાં હાઈ-પ્રોફાઈલ પત્રકારો પર નજર રાખવા ઈઝરાયેલી પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ ફરી એકવાર કરવામાં આવ્યો છે.

ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસ સાથે ભારતીય પત્રકારોને નિશાન બનાવતો આ અહેવાલ સામે આવ્યા બાદ હંગામાનો માહોલ છે.
એમ્નેસ્ટીની સિક્યોરિટી લેબ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયુ છે કે, આ સોફ્ટવેરનો ઉપયોગ હાઈ-પ્રોફાઈલ ભારતીય પત્રકારોને નિશાન બનાવવા માટે વધુને વધુ કરવામાં આવી રહ્યો છે, જેમાં અગાઉ સમાન સ્પાયવેર હુમલાનો ભોગ બનેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, ધ વાયરના સ્થાપક એડિટર સિદ્ધાર્થ વરદરાજન અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટ પ્રોજેક્ટના દક્ષિણ એશિયા એડિટર આનંદ મંગનાલેના iPhone મોબાઈલને તાજેતરમાં પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ઓક્ટોબરમાં આ બંને પત્રકારોના ફોનને નિશાન બનાવવામાં આવ્યા.
જણાવી દઈએ કે, 31 ઓક્ટોબરે એપ્પલ કંપનીએ વિશ્વભરના વપરાશકર્તાઓને સૂચનાઓ જારી કરી હતી કે રાજ્ય દ્વારા પ્રાયોજિત હુમલાઓ તેમને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. ચેતવણી પ્રાપ્ત કરનારા 20 થી વધુ વપરાશકર્તાઓ ભારતના વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો હતા.
જેમાં ભડકાઉ વિપક્ષી નેતા મહુઆ મોઇત્રાનો સમાવેશ થાય છે. સંસદમાં તેના તીક્ષ્ણ પ્રશ્નો માટે જાણીતી મોઇત્રાને તાજેતરમાં ગેરવર્તણૂકના આરોપમાં સંસદમાંથી બહાર કરાઈ છે.












Click it and Unblock the Notifications
