
ત્રણ અઠવાડિયાથી સળગી રહ્યું છે એમેઝોનનું જંગલ, કેટલાય પ્રાણીઓનાં મોત
આખી દૂનિયાને 20 ટકા ઑક્સીજન આપતા એમેઝોન જંગલ 2 અઠવાડિયાથી સળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝીલમાં રહેલ દુનિયાના સૌથી મોટા વર્ષાવન અને દુનિયાના ફેફડાના નામથી પ્રસિદ્ધ આ જંગલમાં આગ ઓલાવાનું નામ નથી લઈ રહી. આ વર્ષે અહીં આગ લાગવાની કેટલીય ઘટનાઓ સામે આવી. પરંતુ હાલ જે આગ લાગી છે તે અતિ ભયંકર થતી જઈ રહી છે. આ આગને કારણે એમેઝોન, રોડાંનિયા અને સાઉ પાઓલોમાં અંધારું છવાઈ ગયું છે. આ જગ્યા પર લાગેલ આગથી બ્રાઝીલના 2700 કિમી ક્ષેત્ર પ્રભાવિત થયા છે.

સળગી રહ્યું છે એમેઝોનનું જંગલ
આખી દુનિયાથી લોકો સોશિયલ મીડિયા સાઈટ્સ પર અહીંની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. સાથે જ સરકારને આ આગ ઓલવવાની અપીલ અને જીવ-જંતુઓ માટે દુઆ કરી રહ્યા છે. બ્રાઝીના સ્થાનિક લોકો મીડિયાથી નારાજ છે. કેમ કે તેમના મુજબ આ આગ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં લાગી હતી પરંતુ ઈન્ટરનેશનલ મીિયાએ આ ખબરને કોઈ મહત્વન ન આપ્યું.
|
આગની ઘટનામાં 83 ટકાનો વધારો
જ્યારે અંતરિક્ષ સ્પેસ સ્ટેશનેથી મળેલ તસવીરો મુજબ પાછલા વર્ષે જ એમેઝોનના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં 83 ટકાનો વધારો થયો છે. જેનાથી અહીં પ્રદૂષણનું સ્તર ખતરનાક લેવલે પહોંચી ગયું છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી એમેઝોનના જંગલોમાં 73 હજારથી વધુ વખત આગ લાગી ચૂકી છે. આગ લાગવાની આ ભયંકર ઘટના બાદ ટ્વીટર પર #PrayForAmazonas ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો આ હેશટેગ દ્વારા બ્રાઝીલની સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી રહ્યા છે કે એમેજોનના જંગલોને બચાવવા માટે કંઈક કરો. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ટ્વીટ આવી ચૂક્યાં છે.
|
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જવાબદાર?
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાએર બોલ્સોનારોએ એમેઝોનના જંગલોની કાપણીના આંકડાની વચ્ચે આ સંબંધિત એજન્સીના પ્રમુખને કાઢી મૂક્યા છે. જ્યારે સંરક્ષણવાદિઓએ બોલ્સોનારોને જ આ ઘટના માટે દોષી ઠહેરાવ્યા છે. તેમનું કહેવું છે કે બોલ્સોનારો લોકો અને ખેડૂતોને જમીન ખાલી કરાવવા માટે ઉકસાવી રહ્યા છે.
|
શા માટે ખાસ છે એમેઝોનનું જંગલ?
એમેઝોનનું જંગલ 55 લાખ વર્ગ કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. આ યૂરોપીય સંઘના દેશોથી ક્ષેત્રફળમાં દોઢ ગણું મોટું છે. એમેઝોનના જંગલોને દુનિયાનું ફેફસું પણ કહેવાય છે, કેમ કે આ આખી દુનિયામાં રહેલ ઑક્સિજનના 20 ટકા ભાગ ઉત્સર્જિત કરે છે. એમેઝોનના જંગલોમાં 16 હજારથી વધુ ઝાડ-ઝાંખરની પ્રજાતિઓ છે. એમેઝોનના જંગલોમાં 39 હજાર કરોડ વૃક્ષો છે. અહીં 25 લાખથી વધુ કીટની પ્રજાતિઓ છે. એમેઝોનના જંગલોમાં 400-500 સ્વદેશી આદિવાસી જાતિઓ રહે છે. જેમાંથી 50 ટકા પ્રજાતિઓએ ક્યારેય બહારની દુનિયાનો સંપર્ક સુદ્ધાં નથી કર્યો.
ફ્રાંસના પ્રવાસે પીએમ મોદી, કહ્યુ- ‘ભારત-ફ્રાંસની દોસ્તી સ્વાર્થ પર નથી ટકી'