એલિયનને લઈને આખરે અમેરિકાએ મોટા ખુલાસા કર્યા, જાણો પેન્ટાગોનના રિપોર્ટના ચૌકાવનારા ખુલાસા
ભારત સહિતના દેશો અવકાશમાં સ્થિત બીજા કોઈ ગ્રહ પર જીવનની ખોજ કરવામાં લાગ્યા છે ત્યારે હવે અમેરિકાએ કેટલાક ચૌકાનવનારા ખુલાસા કર્યા છે. હાલમાં જ પેન્ટાગોનના એક રિપોર્ટમાં ચૌકાવનારી બાબતો સામે આવી છે.
સતત લોકો એલિયન જોયા હોવાના દાવા કરતા કહ્યા છે. ઘણા લોકોએ એવા પણ દાવા કર્યા છે કે અમેરિકાએ એલિયન્સને પૃથ્વી પર છુપાવી રાખ્યા છે. આ દાવા વચ્ચે હવે પેન્ટાગોનના રિપોર્ટમાં ઘણી નવી બાબતો સામે આવી છે.

હાલમાં જ નાસા દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે એલિયન્સ વિશે સત્ય જાણવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ માટે આખી ટીમ કામ કરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી આકાશમાં કેટલીક રહસ્યમયી વસ્તુઓ જોવા મળી રહી છે અને લોકો તેને એલિયન સાથે જોડી રહ્યા છે. લોકો આ રહસ્યમય વસ્તુઓને એલિયન પ્લેન કે યુએફઓ હોવાનું કહે છે.
નાસાએ આ વસ્તુઓને સમજવા ગયા વર્ષે એક ટીમ બનાવી હતી. આ તસવીરો અને વીડિયોની તપાસ બાદ અત્યાર સુધી એલિયન હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. નાસાએ કહ્યું છે કે તે તેની વૈજ્ઞાનિક રીતે તપાસ કરશે અને સત્ય બહાર લાવશે.
આ પહેલા અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોને પણ એક અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, હાલમાં એલિયન્સ અથવા યુએફઓનાં અસ્તિત્વના કોઈ પુરાવા મળ્યા નથી.
પેન્ટાગોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એલિયન્સ ક્યારેય પૃથ્વી પર ઉતર્યા નથી અને તેમનું કોઈપણ વિમાન ક્યારેય ક્રેશ થયું નથી. પેન્ટાગોને કહ્યું કે એલિયન સ્પેસક્રાફ્ટે કોઈ લેન્ડિંગ અથવા ટેકઓફ કર્યું હોવાના કોઈ નક્કર પુરાવા ક્યારેય મળ્યા નથી.
પેન્ટાગોન સહિત નાસાના તમામ વૈજ્ઞાનિકો આ રહસ્યનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેક્સિકન સંસદમાં કથિત એલિયન્સના મૃતદેહો મુદ્દે રિપોર્ટ રાખવામાં આવ્યા બાદ આ મામલો વધુ ગરમાયો છે. આ મૃતદેહો હજારો વર્ષ જૂના હોવાનું કહેવાય છે.












Click it and Unblock the Notifications
