For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: ટેક્સાસના દેવળમાં ચારને બંધક બનાવનારનું પોલીસ કાર્યવાહીમાં મૃત્યુ

અમેરિકામાં શનિવારે ટેક્સાસના દેવળમાં ચાર લોકોને બંધક બનાવનાર એક વ્યક્તિનું એફબીઆઈની કાર્યવાહીમાં મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ 44 વર્ષીય બ્રિટિશ નાગરિક મલિક ફૈઝલ અકરમ તરીકે થઈ છે. પોલીસ સાથેના 10 કલાક લાંબા ઘર્ષણના અંતે અ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

અમેરિકામાં શનિવારે ટેક્સાસના દેવળમાં ચાર લોકોને બંધક બનાવનાર એક વ્યક્તિનું એફબીઆઈની કાર્યવાહીમાં મૃત્યુ થયું છે.

મૃતકની ઓળખ 44 વર્ષીય બ્રિટિશ નાગરિક મલિક ફૈઝલ અકરમ તરીકે થઈ છે.

પોલીસ સાથેના 10 કલાક લાંબા ઘર્ષણના અંતે અકરમનું ગોળીબારીમાં મૃત્યુ થયું હતું, જ્યારે તમામ બંધકોને સુરક્ષિત છોડાવી લેવામાં આવ્યા હતા.

ટેકસાસ

અમેરિકી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકરમ બે અઠવાડિયા પહેલા ન્યૂયૉર્કમાં આવ્યો હતો. અકરમના ભાઈ ગુલબરે બ્લૅકબર્ન મુસ્લિમ કૉમ્યુનિટી ફેસબુક પેજ પર એક નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી.

તેણે પીડિતોની માફી માગી અને કહ્યું કે તેમનો ભાઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતો.

પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, અકરમે પોતે બેઘર હોવાનું કહીને સેવા દરમિયાન દેવળમાં પ્રવેશ મેળવ્યો હતો.

"આતંકવાદ અને યહૂદી વિરોધી કૃત્ય"

ટેક્સાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આને આતંકી કૃત્ય ગણાવ્યું હતું અને બ્રિટિશ વિદેશ સચિવ લિઝ ટ્રુસે તેને "આતંકવાદ અને યહૂદી વિરોધી કૃત્ય" તરીકે વર્ણવ્યુ હતું.

બ્રિટનના વિદેશ મંત્રી લિઝ ટ્રસે આ આંતકવાદી અને યહૂદીઓ વિરુદ્ધ ગણાવતા કહ્યું, "અમે નફરત ફેલાવનારાઓ વિરુદ્ધ પોતાના નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાની રક્ષામાં અમેરિકાની સાથે ઊભા છીએ."

ડલાસ એફબીઆઈનું કહેવું છે કે એવા કોઈ સંકેત નથી મળ્યા કે જેનાથી એવું કહી શકાય કે આ કાવતરામાં અકરમ સિવાય અન્ય કોણ સામેલ છે.

મલિક ફૈસલ અકરમના ભાઈએ પીડિતો પાસે માફી માગતા એક નિવેદન જારી આપ્યું કે તે "માનસિક રૂપથી પીડિત" વ્યક્તિ છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
America: In Texas Kidnapper Shot Dead In Police Encounter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X