For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નગ્ન અવસ્થામાં હુડથી મોઢુ ઢાંકી એક અશ્વેતની પોલિસે કરી હત્યા, પરિવારે જારી કર્યો વીડિયો

અમેરિકાના ન્યૂયોરકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં દમ ઘૂંટવાના કારણે અશ્વેત વ્યક્તિનુ મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં દમ ઘૂંટવાના કારણે અશ્વેત વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અશ્વેત વ્યક્તિ પોલિસ કસ્ટડીના સમયે નગ્ન અવસ્થામાં રસ્તા પર ફરી રહ્યો હતો ત્યારે પોલિસે તેના ચહેરાને હુડ(કપડા)થી ઢાંકી દીધો ત્યારબાદ તે શ્વાસ ન લઈ શક્યો અને તેનુ મોત થઈ ગયુ. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારબાદ લોકોમાં પોલિસ પ્રત્યે ગુસ્સો વધી ગયો છે. પીડિતના પરિવાર તરફથી જારી વીડિયો અનુસાર પોલિસે પીડિત વ્યક્તિના ચહેરાને લગભગ બે મિનિટ સુધી ઢાંકીને રાખ્યો હતો.

હજુ કેટલા ભાઈઓને મરવુ પડશે

હજુ કેટલા ભાઈઓને મરવુ પડશે

પીડિતની ઓળખ ડેનિયલ પ્રૂડ તરીકે થઈ છે જેનુ 30 માર્ચે મોત થઈ ગયુ હતુ. પરંતુ ઘટના વિશે લોકોને વિસ્તારથી બુધવારે જાણવા મળ્યુ જ્યારે ડેનિયલના પરિવારે આ વિશે પોતાની વાત જણાવી અને વીડિયો જારી કર્યો. એટલે કે આ ઘટના જ્યૉર્જ ફ્લૉયડના મોતથી પણ બે મહિના પહેલાની છે. ડેનિયલના ભાઈએ કહ્યુ, 'તમે એને કેવી રીતે જોયો અને સીધી રીતે ન કહ્યુ કે તે પોતાનો બચાવ નહોતો કરી શકતો, તે જમીન પર નગ્ન હતો. સમાજ માટે હજુ કેટલા ભાઈઓને મરવુ પડશે, માત્ર એ સમજાવવા માટે કે આ રીતની ઘટનાઓને રોકવી જરૂરી છે.'

ડેનિયલ પોતાના બચાવ માટે બૂમો પાડી રહ્યો હતો

ડેનિયલ પોતાના બચાવ માટે બૂમો પાડી રહ્યો હતો

આ વીડિયો અનુસાર, ડેનિયલન કપડા ઉતરાવવામાં આવ્યા હતા અને પોલિસે તેને જમીન પર બેસવા માટે કહ્યુ. તેના હાથને પાછળ કરાવ્યા અને તે પોતાના બચાવ માટે બૂમો પાડી રહ્યો હતો. ત્યારબાદ સફેદ રંગના કપડાને તેના ચહેરા પર ઢાંકી દેવામાં આવ્યુ. ઘટના એ સમયની છે જ્યારે ન્યૂયોર્કમાં કોરોના વાયરસ ફેલાવો શરૂ થઈ ગયો હતો. પરિવારનો આરોપ છે કે ડેનિયલને મારતા પહેલા પોલિસ તેને ખૂબ જ પ્રતાડિત કર્યો હતો. જ્યારે તેનુ મોત થઈ ગયુ તો એક અધિકારીએ કહ્યુ કે તે રસ્તા પર અમુક સમય સુધી નગ્ન અવસ્થામાં હતો, જ્યારે બીજાએ કહ્યુ કે તેને કદાચ ઠંડી લાગી ગઈ હશે.

હત્યાના એંગલની તપાસ થવી જોઈએ

હત્યાના એંગલની તપાસ થવી જોઈએ

હાલમાં જ આવી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ડેનિયલ શિકાગોનો રહેવાસી હતો અને પોતાના પરિવારને મળવા માટે રોચેસ્ટર પહોંચ્યો હતો. તેના ભાઈએ પોલિસને ફોન કરીને માહિતી આપી કે ડેનિયલ ઘરેથી નીકળી ગયો છે અને માનસિક રીતે અસ્વસ્થ છે. આ કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે. પોતાના બચાવમાં પોલિસે કહ્યુ છે કે તેમણે ડેનિયલનો ચહેરો હુડથી એટલા માટે ઢાંક્યો કારણકે તે તેમના પર થૂંકી રહ્યો હતો અને તે કોરોના વાયરસના કારણે તેનાથી ડરેલા હતા. જો કે એક્ટિવિસ્ટોનુ કહેવુ છે કે આ કેસમાં હત્યાના એંગલની તપાસ થવી જોઈએ.

સુશાંત કેસઃ વકીલ વિકાસ સિંહે કહ્યુ - રિયાના આવ્યા બાદ અભિનેતાની માનસિક સ્થિતિ બગડીસુશાંત કેસઃ વકીલ વિકાસ સિંહે કહ્યુ - રિયાના આવ્યા બાદ અભિનેતાની માનસિક સ્થિતિ બગડી

English summary
America: Police put hood on black man face in newyork, family release video after months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X