For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર બિલાવલ ભુટ્ટોના નિવેદન પર અમેરિકાએ આપી પ્રતિક્રીયા, જાણો શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની નરેન્દ્ર મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણી પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. બંને દેશો સાથે તેમની સારી ભાગીદારી છે અને તેઓ ઈચ્છતા નથી કે બંને દેશો વચ્ચે આવા શબ્દોનું યુદ્ધ થાય

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની નરેન્દ્ર મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણી પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે બંને દેશો સાથે તેમની સારી ભાગીદારી છે અને તેઓ ઈચ્છતા નથી કે બંને દેશો વચ્ચે આવા શબ્દોનું યુદ્ધ થાય. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ તમામ હદો પાર કરીને પીએમ મોદીને 'ગુજરાતનો કસાઈ' કહ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો હતો.

ભારત-પાકિસ્તાન સાથે અમેરિકાની ભાગીદારી

ભારત-પાકિસ્તાન સાથે અમેરિકાની ભાગીદારી

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની નરેન્દ્ર મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણી પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે બંને દેશો સાથે તેમની સારી ભાગીદારી છે અને તેઓ ઈચ્છતા નથી કે બંને દેશો વચ્ચે આવા શબ્દોનું યુદ્ધ થાય. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ તમામ હદો પાર કરીને પીએમ મોદીને 'ગુજરાતનો કસાઈ' કહ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો હતો.

ભારત - પાકિસ્તાન વચ્ચે નિવેદનબાજી જરૂરી નથી

ભારત - પાકિસ્તાન વચ્ચે નિવેદનબાજી જરૂરી નથી

અમેરિકી પ્રવક્તાએ કહ્યું કે સત્ય એ છે કે અમારી બંને દેશો સાથે સારી ભાગીદારી છે, તેથી અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શબ્દ યુદ્ધ જોવા નથી માંગતા. નેડ પ્રાઈસે કહ્યું કે અમે બંને દેશો વચ્ચે રચનાત્મક વાતચીત કરવા માંગીએ છીએ અને અમને લાગે છે કે આ પાકિસ્તાન અને ભારતના લોકો માટે વધુ સારું છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોમાંથી દરેક અમેરિકા માટે અનિવાર્ય છે. સાથે મળીને આપણે ઘણું બધું કરી શકીએ છીએ.

બન્ને દેશોએ મતભેદ દુર કરવાની જરૂર

બન્ને દેશોએ મતભેદ દુર કરવાની જરૂર

અમેરિકી પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે બંને દેશો વચ્ચે ચોક્કસપણે મતભેદો છે જેને ઉકેલવાની જરૂર છે. નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકા બંને દેશોને ભાગીદાર તરીકે મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભારતે આતંકવાદના સમર્થન અને પ્રાયોજકના વિરોધમાં પાકિસ્તાન સાથે લાંબા સમયથી વાત કરવાનું બંધ કરી દીધું છે. શુક્રવારે બ્લૂમબર્ગને ઈન્ટરવ્યુ આપતી વખતે બિલાવલ ભુટ્ટોએ પોતાની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

ફરીથી આપ્યુ આપત્તિજનક નિવેદન

ફરીથી આપ્યુ આપત્તિજનક નિવેદન

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે તેમની ટિપ્પણી ઇતિહાસમાં નોંધાયેલી છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે કારણ કે તેમની પાર્ટી ભાજપના નેતાઓએ મારા માથા પર બક્ષિસની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં બિલાવલે કહ્યું કે, "હું માત્ર ઐતિહાસિક તથ્યો જણાવી રહ્યો હતો. મેં પીએમ મોદી પર જે ટિપ્પણી કરી હતી તે મારી નથી. મેં તે શબ્દો બનાવ્યા નથી. મેં પીએમ મોદી માટે 'ગુજરાતના કસાઈ'નો ઉપયોગ કર્યો હતો તે મારા નહી પરંતુ ભારતના મુસ્લિમોએ ગુજરાતના રમખાણો પછી કરેલો શબ્દ પ્રયોગ છે. મને લાગે છે કે મેં એક ઐતિહાસિક હકીકતનું પુનરાવર્તન કર્યું છે પરંતુ તેઓ માને છે કે ઐતિહાસિક હકીકતનું પુનરાવર્તન કરવું એ વ્યક્તિગત હુમલો છે."

English summary
America reacted to Bilawal Bhutto's statement on PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X