For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1255 લોકોના મોત

કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1255 લોકોના મોત

By Staff
|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત ચાલુ છે, કોવિડ 19ના કારણે અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1255 લોકોના મોત થયાં છે, જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા જણાવવામાં આવેલા આંકડાઓ મુજબ અમેરિકામાં અત્યાર સુધી મરનારાઓની સંખ્યા 90 હજારને પાર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમિત દર્દીઓ અને તેનાથી મોતના મામલા સંયુક્ત રાજ્ય અણેરિકામાં હજી પણ સૌથી વધુ છે.

મોટા સ્તરે ટેસટિંગ

મોટા સ્તરે ટેસટિંગ

અગાઉ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એ નિવેદનથી સૌકોઈને ચોંકાવી દીધાહતા, જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ દુનિયામાં સૌથી વધુ હોવું સન્માનની વાત છે, હું આને સન્માનની જેમ જોવ છું. જણાવી દઈએ કે ટ્રમ્પ પોતાના આ નિવેદનથી સાબિત કરવા માંગતા હતા કે તેમણે કોરોના વિરુદ્ધ જંગમાં મોટી કાર્યવાહી કરતા ટેસ્ટિંગને મોટા સ્તરે લાવી દીધું છે.

આખી દુનિયામાં 51 લાખથી વધુ કોરોના પોઝિટિવ

આખી દુનિયામાં 51 લાખથી વધુ કોરોના પોઝિટિવ

જ્યારે વર્લ્ડોમીટરના આંકડાઓ મુજબ હાલ આકી દુનિયામાં 51 લાખથી વધુ કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે, કોરોના પોઝિટિવની સંખ્યા 5,082,661 થઈ ગઈ છે અને આ મહામારીથી અત્યાર સુધીમા 3,29,768 લોકોના મોત થઈ ચૂક્યાં છે. કોરોના વાયરસથી માત્ર લોકોના મોત જ નથી થયા બલકે, તેમની બે સમયની રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે કેમ કે લૉકડાઉનને પગલે મોટાભાગના દેશ આર્થિક રીતે પાઈમાલ થવા લાગ્યા છે.

અમેરિકાએ રશિયાને વેંટિલેટર મોકલ્યાં

અમેરિકાએ રશિયાને વેંટિલેટર મોકલ્યાં

અમેરિકાએ રશિયાને વેંટિલેટર મોકલયાં છે, તેના ચિકિત્સા સહાયતાના રૂપમાં મોકલવામાં આવેલા 50 વેંટિલેટરનુ કંસાઈનમેન્ટ રશિયા પહોંચી ગયું છે. જણાવી દઈએ કે અમેરિકા 100 ટકા પોતાના ખર્ચા પર આવા 200 જેટલા વેંટિલેટર આપશે, જેની લાગત 56 લાખ રૂપિયા છે.

અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 76ના મોત, પીએમ મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણઅમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 76ના મોત, પીએમ મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ

English summary
United States records 1255 Coronavirus deaths in 24 hours; US now has an overall death toll of 90,000 according to a tally by Johns Hopkins University: AFP news agency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X