AI ને લઈને અમેરિકી પ્રોફેસરની દુનિયાને ચેતવણી, રોબોટને કોરોના કરતા પણ ઘાતક ગણાવ્યા
સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. બદલાતા સમય સાથે હવે ટેકનોલોજી પણ ઝડપથી બદલાઈ રહી છે. આજે દુનિયામાં AI એટલે કે આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સની ખુબ ચર્ચા છે. હવે એક અમેરિકી પ્રોફેસરને આને લઈને દુનિયાને ચેતવણી આપી છે.
વિજ્ઞાનના વિકાસ સાથે માણસ આગળ વધી રહ્યો છે. આજે દુનિયામાં બધું ટેકનોલોજી પર નિર્ભર છે. માનવી જલદી કામ પૂરું કરવા માટે મશીનો અને વિજ્ઞાન પર નિર્ભર બન્યો છે. આ સ્થિતીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં દુનિયા બદલવાની તાકાત સાથે ધણી ખામીઓ પણ છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેકન્ડોમાં કલાકોના કામ કરી નાંખે છે ત્યારે હવે આ ટેકનોલોજીથી માણસજાતને ખતરો હોવાનો દાવો કરીને તેના જોખમો વિશે અમેરિકન પ્રોફેસર દુનિયાને ચેતવણી આપી છે.
ડેઈલી સ્ટારના એક અહેવાલ મુજબ, એક અમેરિકન પ્રોફેસર ડેન હેન્ડ્રીક્સે દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાયોવેપન ટૂલથી માનવતાને મિટાવી શકે છે, જે કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક છે. સેન્ટર ફોર એઆઈ સેફ્ટીના ડિરેક્ટર ડેન હેન્ડ્રીક્સે ચેતવણી આપી છે કે એઆઈથી સમાજને ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે.
આ પ્રોફેસરે દાવો કર્યો છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી કેટલાક જોખમો છે, જે આપણા જીવનને અસર કરી શકે છે. તેમના મતે રોબોટ પોતે આ કરશે નહીં, પરંતુ કેટલાક માનવતા વિરોધી એટલે કે ખરાબ લોકો તેનો ઉપયોગ કરી શકે છે.
ઉદાહરણ તરીકે AI નો ઉપયોગ મહામારી કરતાં વધુ ઘાતક નવા બાયો-વેપન્સ ડિઝાઇન કરવા માટે થઈ શકે છે. તેમણે આગળ દાવો કર્યો કે, ટેક ઇન્ડસ્ટ્રીના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે બની શકે છે કે AI પોતે જ ટૂલ્સને ઓનલાઈન ઓર્ડર કરે અને ફરીથી બનાવે. હવે તેનામાં ભાવનાઓ વિકસિત થઈ રહી છે. આ સ્થિતિમાં તે સમાપ્ત થવાના ડરને કારણે આવું ભયંકર પગલું ભરી શકે છે.
હવે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં સંશોધન માટે રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, જ્યારે તેને લાગશે તે માણસ તેને બંધ કરી શકે છે ત્યારે તે આનુવંશિક રીતે એન્જિનિયર્ડ બાયોવેપન બનાવવા માટે સક્ષમ હશે.












Click it and Unblock the Notifications
