For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના ટૉપ વૈજ્ઞાનિકે ચેતવણી આપી, કહ્યું- કોરોનાની વેક્સીન ક્યારેય નહિ બને

અમેરિકાના ટૉપ વૈજ્ઞાનિકે ચેતવણી આપી, કહ્યું- કોરોનાની વેક્સીન ક્યારેય નહિ બને

By Staff
|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ આખી દુનિયામાં આ કોરોના વાયરસના કારણે 3,34,915 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 52,12,172 લોકો તેનાથી પરભાવિત થયા છે. 100ી વધુ વૈજ્ઞાનિક આ મહામારીની વેક્સીન શોધી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ટૉપ અમેરિકી વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે હાલ કોરોના વાયરસની વેક્સીન ક્યારેય નહિ શોધી શકાય. જે અમેરિકી વૈજ્ઞાનિકે દુનિયાને ચેતવણી આપી છે તેઓ એચઆઈવી જેવી બીમારી પર રિસર્ચ કરી ચૂક્યા છે.

એકેય વેક્સીન તૈયાર નથી થઈ

એકેય વેક્સીન તૈયાર નથી થઈ

અમેરિકી વૈજ્ઞાનિક વિલિયમ હેસલટાઈનની કેન્સર એન્ડ એચઆઈવી પર થયેલ રિસર્ચ ઘણું ચર્ચામાં રહ્યું છે. ન્યૂજ એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની આશંકા જતાવી હતી કે કદાચ આ મહામારીની દવા ક્યારેય નહિ બની શકે. ઈન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે કોવિડ 19ની વેક્સીન ક્યાં સુધીમાં અને કેટલી જલદી ડેવલપ થઈ શકે છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને આનો બિલકુલ ઈંતેજાર નથી કેમ કે આટલી જલદી આ શક્ય નથી. હેસલટાઈને સ્પષ્ટ કહી દીધું કે કોરોના મહામારીને રોકવા માટે જરૂરી છે કે દર્દીની સારી તપાસ કરવામાં આવે, તેમને યોગ્ય રીતે ખોળવામાં આવે અને જ્યાં સંક્રમણ ફેલાતું દેખાય ત્યાં સખ્ત આઈસોલેશન દ્વારા રોકવામાં આવે.

વેક્સીન વિના વાયરસ નિયંત્રિત થશે

વેક્સીન વિના વાયરસ નિયંત્રિત થશે

તેમણે જણાવ્યું કે કોરોના વાયરસ માટે પહેલા જે વેક્સીન તૈયાર કરવામાં આવી તે નાકને સંક્રમણથી સુરક્ષા આવામાં નિષ્ફળ રહી છે જ્યાંથી વાયરસ શરીરમાં દાખલ થવાની સૌથી વધુ સંભાવના હોય છે. વિલિયમ હેસલટાઈને કહ્યું કે કોઈપણ પ્રભાવી ઈલાજ કે વેક્સીન વિના પણ વાયરસને નિયંત્રિત કરી શકાય છે. તેમણે આઈસોલેશનને જ કોરોનાને જ કોરોનાના નિયંત્રણની શ્રેષ્ઠ રીત ગણાવી છે. તેમણે કહ્યું કે જે લોકો સંક્રમિત છે તેમને આઈસોલેશનમાં રાખવામાં આવે. હાથ ધોતા રહો, માસ્ક પહેરો અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ચીજો અને જગ્યાઓને સાફ રાખો તો પણ કોરોનામાં ઘટાડો આવી શકે છે.

દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં સંક્રમણ ઘટ્યું

દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં સંક્રમણ ઘટ્યું

વિલિયમ હેસલટાઈન માને છે કે ચીન અને અન્ય એશિયાઈ દેશોએ આ વૈકલ્પિક રણનીતિને વધુ પ્રભાવશાળી રીતે લાગૂ કરી છે જ્યાર અમેરિકામાં જે લોકો વાયરસથી સંક્રમિત થઈ ગયા હોય તેમને સખ્ત આઈસોલેશનમાં રાખ્યા હોવાનું જોવા નથી મળ્યું. હેસલટાઈન મુજબ ચીન, દક્ષિણ કોરિયા અને તાઈવાન આવી રીતે કોરોના વાયરસના સંક્રમણ દરને ઘટાડવામાં સફળ રહ્યા છે જ્યારે અમેરિકા, રશિયા અને બ્રાઝીલ તેમાં નાકામ રહ્યા છે.

સીરમ હોય શકે શ્રેષ્ઠ ઈલાજ

સીરમ હોય શકે શ્રેષ્ઠ ઈલાજ

હેસલટાઈન મુજબ જાનવરો પર કોવિડ 19ના રિસર્ચ વેક્સીનના ઉપયોગથી અત્યાર સુધી તો એક વાતનો પતો લગાવી શકાયો છે કે દર્દીના શરીરમાં ખાસ કરીને ફેફસામાં સંક્રમણની અસર ઘટતી હોય તેવું જણાયું છે. કેટલીક દવા કંપનીઓ આ થેરેપીને જ ધ્યાનમાં રાખી સારી અને રિફાઈન્ડ સીરમ તૈયાર કરી રહી છે. પ્રોફેસર વિલિયમ પણ આ વિધિ સફળ થવાની ઘણી સંભાવના માને છે. તેમનું કહેવું છે કે આ ભવિષ્યમાં તેનો પહેલો ઈલાજ સાબિત થઈ શકે છે કેમ કે આ એન્ટી બૉડી જેમને હાઈપરઈમ્યૂન ગ્લોબ્યૂલિન કહેવામાં આવી રહ્યું છે, માનવ શરીરના દરેક સેલમાં જઈ વાયરસને હરાવવાની ક્ષમતા આપે છે.

24 કલાકમાં કોરોના વાયરસના 6088 નવા કેસ, કુલ સંખ્યા 1 લાખ 18 હજારથી વધુ24 કલાકમાં કોરોના વાયરસના 6088 નવા કેસ, કુલ સંખ્યા 1 લાખ 18 હજારથી વધુ

English summary
american scientist indicates, covid 19 vaccine may never be found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X