Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કટ્ટરપંથીઓને યુવતીનો Topless જવાબ, મોકલાઇ પાગલખાને!

amina
ટ્યૂનિશિયા, 26 માર્ચ: કટ્ટરપંથીઓ ભલે કોઇપણ દેશના હોય પરંતુ તેમને સબક શીખવાડવા માટે કંઇક 'કટ્ટર કામ' જ કરવું પડે છે. ટ્યૂનિશિયાની 19 વર્ષની એક યુવતીએ પોતાના દેશના કટ્ટરપંથીઓને પડકારવા માટે એક ટોપલેસ તસવીર પડાવી દીધી, અને તેણે પોતાની છાતી પર કાળી શાહીથી લખાવ્યું હતું કે 'F**K YOUR MORALS' અને તેને ફેસબુક પર પોસ્ટ કરી દીધી.

આવી તસવીરને ફેસબુક પર પોસ્ટ કર્યા બાદ કટ્ટરપંથીઓએ તેને પાગલખાને મોકલાવી દીધી. આખા યુરોપમાં અને આફ્રિકામાં આ 19 વર્ષની યુવતીના સમર્થનમાં હજારો લોકો ઉતરી આવ્યા હતા. અમીના નામની આ યુવતીના સમર્થનમાં યુક્રેનની ફીમેન ગ્રુપે ટોપલેસ થઇને પ્રદર્શન કર્યું, તેમજ તેને ફેસબુક પર પણ ભારે સમર્થન મળ્યું. જે રીતે અમિનાએ કટ્ટરપંથીઓનો વિરોધ નોંધાવ્યો હતો એ જ રીતે અમિનાના સમર્થનમાં ઉતરેલ યુવતીઓએ પણ ટોપલેસ થઇને પોતના શરીર પર 'Free Amina' લખાવી પોતાની તસવીરો તેના એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી.

યુરોપ અને અરબ દેશોમાં પણ મહિલાઓએ પોતાની રીતે અમિનાના સમર્થનમાં અભિયાન ચલાવ્યું. જ્યારે બીજી બાજુ 16 હજાર લોકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવી અમિનાને મોતની ધમકી આપનાર કટ્ટરપંથીઓની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ શ્રીરામ સેને નામના એક કટ્ટરપંથી સંગઠનની સામે યુવતીઓએ લાઇનબંધ થઇને પિંક પેન્ટી મોકલવાની શરૂ કરી દીધી હતી.

આ બોલ્ડ અંદાજ બાદ ટ્યૂનિશિયાના કટ્ટર પંથિયો અમિનાની સામે ફતવો જારી કરી દીધો. તેને ચાબુક અને પત્થરથી મારવાની ધમકી આપવામાં આવી. ટ્યૂનિશિયાના અખબાર અનુસાર ત્યાના વહાબી સલાફીના મોલવી અલ્મી અદેલે જણાવ્યું કે અમિનાને શરિયા અનુસાર સજા આપવામાં આવશે. તેને 80થી 100 કોરડા ફટકારવા જોઇએ. મામલાની ગંભીરતા જોઇને તેને પત્થર મારી મારીને ખતમ કરી નાખવી જોઇએ.

જોકે તેને મારી નાખવાની ધમકી મળ્યા બાદ ટ્યૂનિશિયાની આ મહિલા એક્ટિવિસ્ટ પોતાના ઘરમાં સુરક્ષિત છે તેવું તેના વકિલે મીડિયાને જણાવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X