
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર ચાકુથી કરાયો હુમલો, 11 વાર માર્યા ચાકુના ઘા, હોસ્પિટલમાં દાખલ
ભારતના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હોય છે. લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશોમાં ભણવા માટે જતા હોય છે. તાજેતરમાં મળતી માહિતિ અનુસાર ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મુળ આગ્રાનો સિડનીના સાઉથ વેલ્સ વિદ્યાલયમાં PhD કરતા આ વિદ્યાર્થીને 11 વાર ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ છે.
રિપોર્ટ અનુસાર આ ઘટના ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં બની હતી અને પીડિત પરિવારે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની સ્થિતિ નાજુક હોવાનો દાવો કરીને સરકાર પાસે મદદની માંગ કરી છે. પીડિતાના પરિવારે વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશ પ્રધાન એસ જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનું નામ શુભમ ગર્ગ છે અને શુભમની બહેન કાવ્યા ગર્ગે શુભમની સંભાળ રાખવા માટે પરિવારના સભ્યોને સિડની જવા માટે ઈમરજન્સી વિઝાની માંગણી કરી છે. કાવ્યા ગર્ગે ગુરુવારે ટ્વીટ કર્યું, "મારા ભાઈના ઘણા ઓપરેશન થઈ રહ્યા છે અને ડોક્ટરે કહ્યું કે શરીરમાં ચેપ ફેલાઈ રહ્યો છે. હું આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક મદદ માટે વિનંતી કરી રહી છું."
This Indian student in Sydney should be given all help including travel visa to family. Not sure if @DrSJaishankar (in Syd recently) was made aware of the incident. @VohraManpreet @AusHCIndia @SBSHindi @SBSPunjabi https://t.co/BBmEkx7ctL
— Yadu Singh (@dryadusingh) October 12, 2022
કોંગ્રેસ નેતાએ ભર્યુ આ પગલુ
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ પીડિત પરિવારની મદદની માંગ કરી છે. ભારતીય મૂળના પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ડોક્ટર યદુ સિંહે શુભમ ગર્ગના પરિવારને મદદ કરી અને પીડિતાને મદદ કરવા માટે ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનરને બોલાવ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલો અનુસાર 27 વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને "હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, શુભમ ગર્ગને ચહેરા, છાતી અને પેટમાં ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. "જ્યારે ઓસ્ટ્રેલિયન પોલીસે તેના પ્રારંભિક નિવેદનમાં કહ્યું છે કે, એવું જાણવા મળ્યું છે કે પીડિતા અને હુમલાખોર એકબીજાને ઓળખતા ન હતા. ઓસ્ટ્રેલિયન પોલીસે તેને લૂંટનો મામલો ગણાવ્યો છે અને કહ્યું છે કે હુમલાખોરે શુભમ ગર્ગ પાસેથી પૈસાની માંગણી કરી હતી અને ઇનકાર કરવા પર, તેના પર ઘણી વાર ચાકુના ઘા માર્યા અને સ્થળ પરથી ભાગી ગયો હતો.