Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય મહિલાને બનાવી ગુલામ, પછી કર્યો બળાત્કાર

બ્રિટેન, 17 મે : એકવાર ફરી માનવતા મરી પરવારી હોય તેવી શરમજનક ઘટના સામે આવી છે. બ્રિટનમાં રહેનાર બે મહિલાઓએ એક ભારતીય મહિલાને ગુલામ બનાવીને પોતાના ઘરમાં બંધ કરી દીધી અને તેની પાસે 16-16 કલાક સુધી કામ કરાવવામાં આવતું હતું.

આ બંને દોષી મહીલાઓના એક મિત્રએ 39 વર્ષીય પીડિત મહિલા સાથે બળાત્કાર પણ કર્યો. એટલું જ નહીં વ્યવસાયે કસાઇ એનકાર્તા બાલાપોવી નામના આ 54 વર્ષિય શખ્શે પોતાની પત્નીની પાછળ પોતાની શૈયા ગરમ કરવા માટે આ મહિલાને મજબૂર કરી. આ ત્રણેય દોષિયોને કોર્ટે સજા સંભળાવી છે.

આ ત્રણેયને સજા સંભળાવતા કોર્ટને માલૂમ પડ્યું કે બાલાપોવી મહિલા પાસે ભોજન બનાવડાવાની સાથે પોતાનું બધું કામ કરાવતી હતી. બાલાપોવીએ મહિલાને નગ્ન થઇને ડાન્સ કરવા અને કામોત્તેજક ક્રિયાઓ કરવા પર પણ મજબૂર કરી. જ્યારે મહિલાએ આનો વિરોધ કર્યો તો તેનો પાસપોર્ટ સળગાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી.

indian woman
ભારતીય મહિલા અભણ છે અને તે બ્રિટેનમાં આયા તરીકે કામ કરવા આવી હતી. મહિલાનો ભારતમાં રહેનાર પરિવાર ખૂબ જ ગરીબ છે. મહિલાને આશા હતી કે તે લંડનમાં કામ કરીને પોતાના પરિવારની ગરીબી દૂર કરી શકશે. પરંતુ તેને અત્રે શમીના, યૂસુફ અને શશિ ઓબરોયે બંધક બનાવી લીધી. જ્યારે પણ તે બચીને નીકળી જવાની કોશીશ કરતી તો તેને સળગાવવામાં આવતી. તેને સોઇ ભોંકવામાં આવતી, ગળુ કાપવાની ધમકી આપવામાં આવતી.

કોર્ટમાં આપવામાં આવેલ પીડિત મહિલાએ કહ્યું કે 'તેમણે મારી જીદંગીને નરક બનાવી દીધી છે, હું લાંબા સમયથી ડિપ્રેશનમાં રહી અને રાત્રિયો સુધી સુઇ નથી શકી. મારે રાત્રે સુવા માટે દવાઓનો સહારો લેવો પડતો હતો. આ લોકોએ મારી સાથે એટલું ખરાબ વર્તન કર્યું છે કે મને એવું લાગે છે તેઓ પાછા આવી જશે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X