પાકિસ્તાની છોકરા સાથે કરશે લગ્ન અંજુ, ત્રણ દિવસમાં થશે સગાઇ
ભારતમાં સીમા હૈદર સતત મીડિયામાં છવાઇ રહેલી છે, ભારતીય મીડિયા સીમા હૈદર અને તેમના ભારતીય પતિ સચિન મીણાનું ઇન્ટરવ્યું લેવા માટે પડાપડી થઇ રહી છે. આવા જ એક કિસ્સામાં અંજુ પાકિસ્તાન પહોંચી છે, જે પાકિસ્તાનના મીડિયામાં છવાયેલી છે. અંજુ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પહોંચી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા જઇ રહી છે.
અંજુ અને તેના પ્રેમી નસરુલ્લાનો ઈન્ટરવ્યુ લેવા માટે પાકિસ્તાની મીડિયા પણ તેના ગામમાં એકત્ર થવા લાગ્યું છે. પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યુન એક્સપ્રેસે લખ્યું હતું કે, જે રીતે સીમા હૈદરની સ્ટોરી ભારતમાં લોકોનું ધ્યાન ખેંચી રહી છે, આવા જ રીતે પાકિસ્તાનના લોકો અંજુની સ્ટોરી સાંભળવામાં ખૂબ જ રસ ધરાવે છે.

ભારતમાંથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સ્થળાંતર કરીને આવેલી અંજુ અપર ડીર વિસ્તારમાં રહે છે, જ્યાં તેને જોવા અને મળવા માટે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ છે. બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, 29 વર્ષીય અંજુના બોયફ્રેન્ડ નસરુલ્લાએ જણાવ્યું હતું કે, તેની અને અંજુની મુલાકાત ફેસબુક પર થઈ હતી અને તેમનો સંબંધ ધીમે ધીમે મિત્રતામાંથી પ્રેમમાં બદલાઈ ગયો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખવા માંગે છે. બીબીસીના અહેવાલ મુજબ, અંજુ અને નસરુલ્લા આગામી 2 થી 3 દિવસમાં સગાઈ કરવાની યોજના બનાવી રહ્યા છે અને અંજુ સગાઈના 10 થી 12 દિવસ બાદ ભારત પરત ફરશે.
અહેવાલો અનુસાર, અંજુ નવી દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને એક મહિનાની રજા લઈને પાકિસ્તાન ગઈ છે. બંનેએ જણાવ્યું હતું છે કે, તે લગ્ન કરવા માટે ફરીથી પાકિસ્તાન જશે અને ધીમે ધીમે પાકિસ્તાની નાગરિકતા મેળવવાનો પ્રયાસ કરશે.
નસરુલ્લાએ સ્વીકાર્યું હતું કે, અંજુ માટે પાકિસ્તાનના વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ બંનેએ વિઝા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યા અને અંતે તેમને સફળતા મળી હતું.
અપર ડીર ડિસ્ટ્રિક્ટ પોલીસ ઓફિસર (ડીપીઓ) મોહમ્મદ મુશ્તાકે પણ આ વિસ્તારમાં એક ભારતીય નાગરિકની હાજરીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અંજુ હાલમાં નસરુલ્લાના ઘરે રહેતી હતી.
નસરુલ્લાએ જણાવ્યું હતું કે, અંજુ ભારતમાં તેની કંપનીમાંથી રજા પર પાકિસ્તાન આવી હતી અને પરત આવ્યા બાદ તે પોતાની નોકરી ફરી શરૂ કરશે.
આવા સમયે સ્થાનિક લોકો અંજુના અપર ડીરમાં આવવાથી ખૂબ ખુશ છે અને તેનું સ્વાગત કરી રહ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે, તે પશ્તુનની મહેમાન બની ગઈ છે અને હવે પાકિસ્તાનની વહુ બની ગઈ છે.
નસરુલ્લાએ જણાવ્યું હતું કે, અંજુ હાલમાં તેના પરિવાર સાથે તેના ઘરમાં રહે છે અને આરામથી રહે છે. જોકે, અંજુની પાકિસ્તાન મુલાકાતના સમાચાર સાર્વજનિક થયા બાદ તે મીડિયાની હાજરીથી ખુશ નથી.
નસરુલ્લાએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મીડિયા વ્યક્તિઓ અને અન્ય લોકો એકઠા થઈ રહ્યા છે. નસરુલ્લાએ જણાવ્યું હતું કે, તેને જે કહેવાની જરૂર છે, તે પોતે મીડિયાને વ્યક્તિગત રૂપે કહેશે. હું નથી ઈચ્છતો કે, અમારા સંબંધોનો મુદ્દો બને. અમારા સંબંધોમાં ધર્મ સામેલ નથી. અંજુ તેનો ધર્મ બદલે છે કે, નહીં તે તેનો નિર્ણય છે અને હું તેની પસંદગીનું સન્માન કરીશ, જે રીતે તે મારું સન્માન કરે છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર વિસ્તાર જ્યાં અંજુ રહે છે, તે અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલો વિસ્તાર છે, જેને ખૂબ જ રૂઢિચુસ્ત વિસ્તાર માનવામાં આવે છે. બીજી તરફ અંજુ ઈચ્છતી નથી કે, તે જે કંપનીમાં કામ કરે છે, તેની માહિતી મીડિયામાં આવે અને તેના કારણે તેને તેની નોકરીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડશે.
નસરુલ્લાએ જણાવ્યું હતું કે, અંજુના પરિવારને પણ તેમના સંબંધોથી કોઈ સમસ્યા નથી. નસરુલ્લાએ જણાવ્યું હતું કે, તેથી હું અપીલ કરું છું કે અમારી ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. અમારા સંબંધો અને જીવનને કોઈપણ રીતે તમાશો ન બનાવવો જોઈએ. અમે એવું બિલકુલ ઈચ્છતા નથી.
ડીપીઓ મુશ્તાકે અધિકૃત રીતે પુષ્ટિ કરી છે કે, અંજુના વિઝા દસ્તાવેજોની સંપૂર્ણ પોલીસ તપાસ કરવામાં આવી છે અને તે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય મહિલાને એક મહિનાનો વિઝા આપવામાં આવ્યો છે, અને તેને અપર ડીરમાં પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
