નકલી જર્મન રાજકુમારી એનાને કોર્ટે સંભળાવી 12 વર્ષની સજા, આલીશાન જીવન પડ્યુ મોંઘુ

ન્યૂયોર્કની એક કોર્ટે 28 વર્ષની એના સૉરોકિનને ચારથી 12 વર્ષ સુધીની જેલની સજા સંભળાવી છે.

ન્યૂયોર્કની એક કોર્ટે 28 વર્ષની એના સૉરોકિનને ચારથી 12 વર્ષ સુધીની જેલની સજા સંભળાવી છે. એના સૉરોકિન વાસ્તવમાં જર્મનીની એ મહિલા છે જેણે પોતાને જર્મનીની રાજકુમારી બતાવીને ખૂબ એશ કર્યુ. પ્રાઈવેટ જેટથી લઈને હાઈ ફાઈ હોટલ અને રેસ્ટોરાંમાં મઝા લીધી. એનાએ પોતાના શોખના કારણે ન્યૂયોર્કમાં લોકોને 200,000 ડૉલર સુધીનો ચૂનો લગાવ્યો. સજા સંભળાવનાર જજે પણ તેના પર કમેન્ટ કરી કે એનાને ન્યૂયોર્કની ચમક-દમકવાળી જિંદગીએ બરબાદ કરી દીધી હતી.

 anna sorokin

કહ્યુ ભૂલો માટે માફી માંગુ છુ

ન્યૂયોર્કની કોર્ટમાં જે સમયે એનાને સજા સંભળાવવામાં આવી રહી હતી તે સમયે તે ઘણી દુઃખી જણાઈ રહી હતી. જજ ડિયાન કિસેલે કહ્યુ કે જેટલી ઉંડાણથી કોર્ટને દરેક વસ્તુ બતાવવામાં આવી છે તેનાથી તે ઘણી હેરાન છે. એનાના સતત ઉલઝાવનારા જૂઠાણાએ તેને બચાવીને રાખી હતી. ન્યૂયોર્ક સિટી જજ કિસેલે કહ્યુ, 'તે ન્યૂયોર્કના ગ્લેમર અને ચમકદમક આગળ આંધળી થઈ ગઈ હતી.' એનાને એક આર્ટ કલેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેની ઈચ્છા હતી કે તે એક આર્ટ ક્લબ ખોલે પરંતુ ગયા મહિને જ્યારે તેને કોર્ટ દોષી ગણાવી તો તેનું આ સપનુ પણ તૂટી ગયુ. ટ્રાયલ દરમિયાન એનાના નખરામાં કોઈ કમી નહોતી પરંતુ જ્યારે તેને સજા સંભળાવવામાં આવી ત્યારે તે ઘણી વિનમ્ર દેખાઈ રહી હતી. તેણે કહ્યુ, 'મે જે ભૂલો કરી છે તેના માટે હું માફી માંગુ છુ.'

ટ્રક ડ્રાઈવર પિતાને ગણાવ્યા તેલ વેપારી

એના એ સમયે મીડિયામાં એક સનસની બની ગઈ હતી જ્યારે ઘણા મેગેઝીનમાં તેની લાંબી લચક પ્રોફાઈલ આવવા લાગતી. તે ઘણી વાર ટેબ્લૉઈડના કવર પેજ પર પણ જોવા મળતી. એનાના કેસને ઘણી મીડિયા કવરેજ મળી. નેટફ્લિક્સથી લઈને એચબીઓ સુધી હવે એનાની ઉપર શો બનાવવાની યોજના તૈયાર કરી રહ્યા છે. ઓક્ટોબર 2017માં એનાની ધરપકડ કરવામાં આવી હતી. જજે એનાને લગભગ 200,000 અમેરિકી ડૉલરની રકમ પાછી આપવા કહ્યુ છે. સાથે જ તેને 24,000 ડૉલરનો દંડ પણ ભરવો પડશે. એનાએ પોતાને એના ડેલવે તરીકે બધાની સામે રજૂ કરી હતી. તેણે સેલિબ્રિટીઝ વચ્ચે પોતાને 67 મિલિયન ડૉલરની માલિક પણ બતાવી હતી.

પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરવી અને મોંઘા કપડા પહેરવા ઉપરાંત આલીશાન હોટલોમાં રહેવુ એનાનો શોખ હતો. એનાએ બધાને જૂઠ કહ્યુ હતુ કે તેના પિતા એક ડિપ્લોમેટ હતા. ક્યારેક તે તેના પિતાને તેલ વેપારી બતાવતી. તેના જૂઠ બેંકના ડોક્યુમેન્ટ્સમાં પણ નોંધાયેલા છે. જ્યારે એનાના પિતાએ ન્યૂયોર્કની એક મેગેઝીનને જણાવ્યુ કે તે એક ટ્રક ડ્રાઈવર હતા. એનાએ 22 મિલિયન ડૉલરની લોન અપ્લાઈ કરી હતી. આ લોનથી તે પોતાના પ્રાઈવેટ આર્ટ ક્લબને ફંડ કરવા ઈચ્છતી હતી. જ્યાં લોકોનું એક્ઝીબિશન લગાવી શકાય. પરંતુ એનાને એક બેંકે લોન આપવાની ના પાડી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X