
ભારતીય નાગરિકોને યુક્રેન છોડવા વધુ એક એડવાયઝરી, એંબેસીએ તાત્કાલિક દેશ છોડવા કહ્યું!
યુક્રેન-રશિયા યુદ્ધમાં હવે ઝડપથી પરિસ્થિતી બદલાઈ રહી છે. બીજી તરફ ભારતીય એમ્બેસીએ તાત્કાલિક ધોરણે યુક્રેન છોડવા કહ્યું છે. આ પહેલા પણ ભારતીય એમ્બેસીએ ભારતીયોને દેશ છોડવા એડવાયઝરી જારી કરી હતી. યુક્રેનમાં ઝડપથી સ્થિતી બગડી રહી છે ત્યારે ભારતીય એમ્બેસી સતત ભારતીઓને યુક્રેન છોડવા જણાવી રહ્યું છે. આ પહેલા 19 ઓક્ટોબરે જારી કરાયેલી એડવાઈઝરી બાદ કેટલાક ભારતીયો યુક્રેન છોડી ચૂક્યા છે.
આ પહેલા ભારતીય એમ્બેસીએ એક નિવેદન જારી યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ માધ્યમો દ્વારા તરત જ યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી હતી.
ભારતીય એમ્બેસીએ કેટલાક નંબરો પણ શેર કર્યા છે, ભારતીય નાગરિકો મુસાફરી કરતી કોઈપણ સહાય માટે સંપર્ક કરી શકે છે. 19 ઓક્ટોબરની એડવાઈઝરીમાં ભારતીયોને સુરક્ષાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુક્રેન ન છોડવા અથવા દેશમાં મુસાફરી ન કરવા વિનંતી કરવામાં આવી હતી. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેન તેના પોતાના પ્રદેશ પર ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, આ દાવાને પશ્ચિમી અને યુક્રેનિયન અધિકારીઓએ ફગાવી દીધો છે.