ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં ઢેર, આર્મી કેમ્પ હુમલાના આરોપી લશ્કરના કમાન્ડરની હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ
દુનિયાભરમાં ભારતના દુશ્મનોની શંકાસ્પદ હાલતમાં હત્યાઓ થઈ રહી છે. આ ક્રમમાં પાકિસ્તાનમાં વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકીને કાયમી માટે સુવડાવી દેવાયો છે.
લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને કાશ્મીરમાં 2018ના સુંજુવાન આતંકવાદી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ પૈકી એક ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદની લાશ મળી આવી છે.

અહેવાલ અનુસાર, આતંકવાદી ખ્વાજા શાહિદનું પાકિસ્તાનમાં અજાણ્યા લોકોએ અપહરણ કર્યું હતું અને હવે તેના મોતના સમાચાર સામે આવ્યા છે.
ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની નીલમ ખીણમાં રહેતો હતો. તેણે ફેબ્રુઆરી 2018માં જમ્મુમાં સુંજુવાન આર્મી કેમ્પ પર ઘાતક હુમલાની યોજના બનાવી હતી.
હવે તેના અપહરણ અને મોતના સમાચારોએ પાકિસ્તાની સત્તાને પણ હલબલાવી છે. અહેવાલો છે કે પાકિસ્તાની સત્તા એ શોધવા માટે ઝઝૂમી રહી છે કે કોણ પાકિસ્તાની આતંકવાદીઓનું અપહરણ અને હત્યા કરી રહ્યું છે?
અહેવાલો અનુસાર, ખ્વાજા શાહિદનું અપહરણ કોણે કર્યું તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI અને પાકિસ્તાની સેના બંને માટે પડકાર છે. તેના અપહરણ પાછળના રહસ્યમય સંજોગોએ પાકિસ્તાની સુરક્ષા દળોને ચિંતિત કર્યા છે અને તે પરિસ્થિતિને ઉકેલવા માટે પ્રયાસો વધારી રહ્યા છે.












Click it and Unblock the Notifications
