પાકિસ્તાનમાં ફરી એક ભારતીય કેદીની હત્યા

prisoner
લાહૌર, 28 જૂન : પાકિસ્તાનના શહેર લાહોરમાં ગુરુવારે શંકાસ્પદરીતે હૃદયનો હુમલો પડવાથી એક ભારતીય કેદીનું હોસ્પિટલમાં જ મોત થઇ ગયું છે. જોકે આ ભારતીય કેદીનું મોત હૃદય રોગના હુમલાના કારણે થયું છે કે અન્ય કોઇ કારણે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ દ્વારા માલૂમ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા જ સરબજીત નામના એક ભારતીય કેદીની ત્યાંના જેલમાં હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ હતો કે સરબજીતનું જેલની અંદર મારામારી દરમિયાન મોત થયું હતું.

અધિકારીક સૂત્રોએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે એક ગામના નિવાસી જાકિર મુમતાજની તબિયત લથડવાના કારણે બુધવારે જિણ્ણા હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે 50 વર્ષીય મુમતાજનું હૃદય હુમલાના કારણે મોત થયું છે.

જોકે તેમણે જણાવ્યું કે મોતનું કારણ પોસ્ટમોર્ટમ કરાયા બાદ માલૂમ કરી શકાશે. ભારતીય નાગરિકને ખોટી રીતે પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરવાના આરોપમાં 3 ઓગસ્ટ 2011ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને લાહોર સ્થિત કોટ લખપત જેલમાં મોકલતા પહેલા શેખપૂરાની જેલમાં રાખવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X