For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાન અને ઈરાન સામસામે છે કે સાથે?

તાલિબાન અને ઈરાન સામસામે છે કે સાથે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
તાલિબાન

અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની તાલિબાન ફરીથી મજબૂત થયાની અટકળો વચ્ચે ઇરાનની ભૂમિકા મામલે સવાલ ઊભા થઈ રહ્યા છે. તાલિબાન અને ઈરાન વચ્ચે પરસ્પર સંબંધોમાં ઉતાર-ચઢાવ રહ્યો છે.

ઈરાનના અફઘાન સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો છે. ઈરાન ખુદને લઘુમતી શિયા મુસલમાનોના સંરક્ષક તરીકે રજૂ કરતું આવ્યું છે. શિયા મુસલમાન ઈરાનના બહુમતી લોકો છે.

ઈરાને લાખો અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. શિયા મતને માનવાવાળા હઝારા સમુદાયના લોકોને ઈરાને ખાસ કરીને સીરિયાના ગૃહ યુદ્ધમાં પોતાની ફતેમિયોન બ્રિગેડમાં શામેલ કર્યા છે.

ભૂતકાળમાં પણ કેટલાક કિસ્સામાં તાલિબાનને ઈરાનનું સમર્થન મળ્યું હતું પરંતુ એ વાત પણ રસપ્રદ છે કે શિયાઓ મામલે તેમના ઐતિહાસિક અણગમાનો પડછાયો બંનેના રસ્તા પર લાંબા સમયથી હાવી રહ્યો છે.

તેને એવી રીતે પણ જોઈ શકાય છે કે ઈરાન અને તાલિબાનના બંનેના સંબંધો સરહદી વિસ્તારોમાં સુરક્ષાની જરૂરિયાત પર આધારિત છે.


ઐતિહાસિક ઉતાર-ચઢાવ

ઑગસ્ટ-1998માં મઝાર-એ-શરીફમાં તાલિબાન અને નોર્ધન ઍલાયન્સ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ લડાઇમાં તાલિબાનના સંખ્યાબંધ લડવૈયાઓ માર્યા ગયા હતા. એ વખતે નોર્ધન અલાયન્સને ઈરાનનું સમર્થન પ્રાપ્ત હતું.

વળી બદલાની કાર્યવાહી રૂપે તાલિબાને મઝાર-એ-શરીફ પર કબજો કરી લીધો અને હજારોની સંખ્યામાં હઝારા મુસલમાનોની હત્યા કરી દીધી. આ કાર્યવાહીમાં 11 ઈરાની નાગરિક પણ માર્યા ગયા હતા. ત્યાર બાદ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોવાથી ઈરાને સરહદ પર 70 હજાર સૈનિક તહેનાત કર્યા હતા.

તાલિબાને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરી કઝાકી ડેમની ધારા બંધ કરી દીધી હતી. એ સમયે ઈરાનમાં દુકાળ પડ્યો હતો. કઝાકી ડૅમની ધારા બંધ કરવાથી ઈરાનને મળતો પાણીનો પુરવઠો ઓછો થઈ ગયો હતો.

તાલિબાનની આ નાકાબંદીથી ઈરાનને હમાઉ ક્ષેત્રમાં ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો તો તેને ઈરાનની મદદ મળી હતી. ઈરાને અમેરિકાને સૈનિક અને ગુપ્ત જાણકારી બંને મામલે મદદ પહોંચાડી.

વર્ષ 2002માં જ્યારે અફઘાનિસ્તાનના પુનનિર્માણને લઈને બૉન કૉન્ફરન્સ થઈ તો ઈરાને પણ તેમાં સક્રિય રૂપે ભાગ લીધો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ખતમ થયાના વર્ષ પછી ઑક્ટોબર-2002માં કઝાકી બાંધથી ઈરાનનો પાણીનો પુરવઠો શરૂ થઈ ગયો.

પરંતુ તાલિબાન વિરુદ્ધ ઈરાન અને અમેરિકાની આ મિત્રતા એ સમયે ખતમ થઈ ગઈ જ્યારે અમેરિકાએ ઈરાનને શૈતાનની ભૂમિ કહી અને તેને શત્રુઓની યાદીમાં સામેલ કરી દીધું.


તાલિબાનનો રાન મામલે સહયોગ

ઈરાન અને તાલિબાનના સંબંધોમાં હજુ કેટલીક જટિલતાઓ છે. પ્રવાસી, પાણી અને હથિયારી જૂથો સહિતની બાબતોથી તાલિબાન અને ઈરાનના સંબંધો પ્રભાવિત થાય છે. અફઘાનિસ્તાનથી બે નદીઓ ઈરાન તરફે વહે છે. તેમાંથી એક હેલમંડ નદી છે અને બીજી હારી રુદ છે.

જો આ બંને નદીઓની ધારાઓને રોકવામાં આવે છે તો ઈરાનની મોટાભાગની વસતિ પાણી વગર હાહાકાર મચાવવા લાગશે. તાલિબાનના ઉદયથી, ઈરાનને નવી અફઘાન સરકાર અને તેની ડૅમની યોજના બંને મામલે જોખમ અનુભવાશે.

આ યોજનામાં હેલમંડ નદી પરનો કમાલ ખાન ડૅમ પ્રોજેક્ટ પણ સામેલ છે. આ વર્ષે માર્ચ મહિનામાં કમાલ ખાન ડૅમનું ઉદઘાટન થયું હતું. ઈરાન તરફથી આ ડૅમ મામલે ચિંતાનો માહોલ પણ છે.

અફઘાનિસ્તાન અને અમેરિકાએ વારંવાર ઈરાન પર ખાસ કરીને તેના રિવૉલ્યુશનરી ગાર્ડ્સ પર તાલિબાનને આર્થિક તથા સૈન્ય મદદ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

તેમનું કહેવું છે કે ઈરાન તાલિબાનની। મદદ એટલા માટે કરવા માગે છે કે તાલિબાન એ મૂળભૂત માળખાગત પ્રોજેક્ટના કામોમાં અવરોધો પેદા કરે છે. ઈરાનને થનારા પાણીના સપ્લાય પર આ પ્રોજેક્ટ મારફતે અફઘાન નિયંત્રણ વધારશે.

અફઘાનમાં ગઠબંધન સેનાઓની હાજરીને લઈને તાલિબાનની સાથે-સાથે ઈરાન પણ અસહજ અનુભવે છે. તાલિબાન સાથે ઈરાનના સુરક્ષા સહયોગ મામલે આ પણ એક કારણ રહ્યું છે. અમેરિકા અને બ્રિટન ઈરાન પર તાલિબાનને હથિયારો પૂરો પાડવાનો આરોપ લગાવતું આવ્યું છે.


વ્યૂહાત્મક ગઠબંધન

આ જ રીતે વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપના ઉદય પછી ઈરાને પોતાની સરહદો સુરક્ષિત કરવાના હેતુ સાથે તાલિબાન સાથે સહયોગ વધારી લીધો.

ઇસ્લામિક સ્ટેટ તાલિબાનના નિયંત્રણવાળા વિસ્તારમાં જ ફેલાવો કરી રહ્યું હતું.

ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ રણનીતિનું ગઠબંધન કૂટનીતિના સંબંધોમાં પણ બદલાવ લાવતું હોય એવું લાગ્યું.

ઈરાન સાથે તાલિબાનના સંબંધો કેટલી હદ સુધી છે એ વાત ત્યારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે તાલિબાની નેતા મુલ્લા અખ્તર મંસૂર મે-2016માં ઈરાનથી પાકિસ્તાન પરત ફરતી સમયે અમેરિકી ડ્રૉનથી થયેલા હુમલાનો શિકાર બની ગયા.

વર્ષ 2018માં આખરે ઈરાને પ્રથમ વખત જાહેરમાં તાલિબાનના પ્રતિનિધિમંડળની યજમાની કરી. સત્તાવાર રીતે એવુ કહેવામાં આવ્યું કે આ બધુ અફઘાન સરકારની જાણકારીમાં જ થઈ રહ્યું છે. ઈરાને માન્યું કે તાલિબાન સાથે તેની વાતચીત અફઘાનિસ્તાનની સુરક્ષા સમસ્યાઓ ઉકેલવાના મુદ્દે થઈ છે.

વર્ષ 2000માં જ્યારે અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના પરત ફરવા મુદ્દે તાલિબાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ તો ત્યાર પછી ઈરાને અમેરિકા પર અફઘાન શાંતિ વાર્તાને મહત્ત્વ ન આપવાનો આરોપ લગાવ્યો.

પરંતુ ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝારિફે જાહેરમાં કહ્યું કે તાલિબાન અફઘાનિસ્તાનનું સંપૂર્ણ ભવિષ્ય નહીં પરંતુ તેનો આગામી ભાવિનો એક ભાગ છે.


તાલિબાન-રાન સંબંધની વર્તમાન સ્થિતિ

ઈરાની મીડિયામાં મોટો વર્ગ તાલિબાને એક સૈન્ય તાકત તરીકે મજબૂત થવા વિશે અને સત્તામાં તેના પરત ફરવાની સંભાવનાઓ મામલે ચિંતિત છે.

જોકે ઈરાની ડિપ્લૉમેટ્સ, અમેરિકી વિદેશ નીતિને દોષ આપવાની સાથે સાથે જાહેરમાં એવું કહી રહ્યા છે કે અફઘાનમાં લડાઈ ઓછી કરવાની જરૂર છે અને તેના માટે વાતચીત એક માર્ગ છે.

પરંતુ ઈરાનના કટ્ટરપંથી જૂથોનો એક વર્ગ અને રિવૉલ્યુશનરી ગાર્ડ્સ સંબંધિત મીડિયા એક અલગ જ કહાણી કહી કહે છે. ઈરાની સમાચાર એજન્સી સમનીમે તાલિબાનને આધુનિક બનાવવાની જરૂરત પર ભાર મૂક્યો છે.

તસનીમ ન્યૂઝ એજન્સીએ પોતાના પ્લૅટફૉર્મ પર તાલિબાનના વરિષ્ઠ નેતાઓને ધર્મના નામ પર સાંપ્રદાયિકતાને રદ કરવા માટે પ્લૅટફૉર્મ પૂરુ પાડ્યું છે.

ઉદાહરણ તરીકે તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લા મુજાહિતે તસનીમને કહ્યું, “અમે અમારા એશિયાઈ ભાઈઓને વિશ્વાસ અપાવીએ છીએ કે તેમના વિરુદ્ધમાં ભેદભાવવાળી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે અને અને આ મામલે કોઈ મંજૂરી પણ નહીં આપીએ.”

તસનીમ ન્યૂઝ એજન્સી જૈસે સ્રોત ઈરાની સુરક્ષા એજન્સીઓ અને તાલિબાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા સામંજસ્યને જાહેરમાં સ્પષ્ટ કરે છે. બીજી તરફ ઈરાની મીડિયા મામલે તાલિબાનના વલણમાં વધી રહેલી નરમાશના પણ સંકેતો જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં જ ઇલના ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જબિહુલ્લા મુજાહિદે કહ્યું કે જ્યારે તેઓ સત્તામાં હતા તો ગૃહ યુદ્ધ અને અનુભવની કમીના કારણે ઈરાન સાથે મધુર સંબંધો બનાવવામાં નિષ્ફળ રહ્યા. તેમણે કહ્યું કે તાલિબાનના વર્તાવમાં પણ બદલાવ આવ્યો છે અને તેમાં સુધાર થયો છે.

ઈરાન અને તાલિબાનના સંબંધોમાં સરળતા લાવવી અથવા તેને સરળતાથી સમજી લેવું એક મુશ્કેલ બાબત છે. બંને પક્ષોનું વલણ જરૂરિયાત અને ફાયદાને ધ્યાને લેતા ઉપર-નીચે રહેતું આવ્યું છે.

પરંતુ એક વાત નક્કી છે કે બંને પક્ષ તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં પરત ફરવાનો છે એની સંભાવનાઓ છે જ તેની તે તૈયારી પણ કરી રહ્યા છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=WwBrYC8yKMc&t=2s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Are the Taliban and Iran facing each other?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X