અમેરિકી રાષ્ટ્રપતિના બોડીગાર્ડ ખરેખર નકલી હાથ લગાવીને ફરે છે? જાણો શું છે હકિકત?
ભારતમાં G-20 બેઠક યોજાવા જઈ રહી છે અને દુનિયાભરના મોટા નેતાઓ ભારત આવી રહ્યા છે ત્યારે સુરક્ષાની ખુબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે એક ચર્ચા એવી પણ ચાલે છે કે અમેરિકી રાષ્ટ્રપતિના બોડીગાર્ડ નકલી હાથ લગાવીને ચાલે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાની સુરક્ષા સાથે લઈને આવે છે અને તેમના બોડિગાર્ડ જ તેમને એસ્કોર્ટ કરે છે. તેમની સાથે તેમની કાર પણ ખાસ ભારત આવે છે. અમેરિકી રાષ્ટ્રપતિના બોડિગાર્ડ ખાસ ટ્રેનિગ આપીને તૈયાર કરાય છે. આ બોડીગાર્ડ વિશે કહેવાય છે કે તેના હાથ તે નકલી હોય છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે આવેલા બોડિગાર્ડ નકલી હાથ સાથે સિક્યુરીટી કરે છે. સામાન્ય લોકોને જે હાથ દેખાય છે તે નકલી હોય છે અને સાચા હાથ હાથ છુપાવીને રાખે છે.
કહેવાય છે કે આવું એટલા માટે કરવામાં આવે છે કે હુમલાખોર તેના હાથની હિલચાલ જોઈ ન શકે. શક્ય છે કે તમે પણ આવુ સાંભળ્યુ હશે અને ઘણા ફોટો સાથે દાવા જોયા હશે. જો કે હકિકત અલગ છે.
જ્યાં સુધી નકલી હાથની વાત છે ત્યાં સુધી આ દાવામાં કોઈ તથ્ય નથી. ઘણા અહેવાલોમાં આ બાબતની સત્યતા તપાસાઈ છે અને તમામ અહેવાલોમાં આ દાવાને ખોટા સાબિત કરાયા છે. કોઈ નકલી હાથનો ઉપયોગ થતો નથી.
જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસની છે, જે અમેરિકાની સ્પેશિયલ ફોર્સ છે. આ ફોર્સ માત્ર વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિના પરિવારનું રક્ષણ કરે છે. તેના એજન્ટો રાષ્ટ્રપતિ સાથે પડછાયાની જેમ રહે છે અને દરેક વસ્તુ પર નજર રાખે છે.












Click it and Unblock the Notifications
