અમે સર્જીકલ સ્ટ્રાઇક કરી તો તમારી 7 પેઢીઓ યાદ રાખશે: પાક આર્મી ચીફ
લશ્કર-એ-તોયબાના પ્રમુખ હાફિઝ સઇદ બાદ હવે પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ રાહિલ શરીફે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યુ કે જો પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇક કરી તો ભારતની 7 પેઢીઓ પણ ભૂલી નહિ શકે...
પાકિસ્તાનના અર્મી ચીફ રાહિલ શરીફ 29 નવેમ્બરે રિટાયર થવાના છે અને પોતાના રિટાયરમેંટ પહેલા જનરલ શરીફે ભારતને ધમકાવ્યુ છે. જનરલ શરીફે કહ્યુ છે કે જો પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇક લોંચ કરી તો ભારતની આવનારી 7 પેઢીઓ પણ તેને ભૂલાવી નહિ શકે.

પાક સેના જવાબ આપવા માટે તૈયાર
જનરલ રાહિલ શરીફે ભારતને ચેતવણી આપી છે કે તેમની સેના ભારતને તગડો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કોઇ પણ રીતે પાક સેનાને ભડકાવવામાં આવી તો તેનો આકરો જવાબ મળશે. રાહિલ શરીફે કહ્યુ કે પાકિસ્તાન, ભારતને એવો પાઠ ભણાવશે કે તેની આવનારી પેઢીઓ પણ ભૂલાવી નહિ શકે.
જનરલ રાહિલ શરીફના શબ્દોમાં, 'ભારત પોતાના બાળકોને સ્કૂલના પાઠ્યક્રમમાં ભણાવશે કે જો પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇક કરી તો તેનો મતલબ શું થાય છે.'

ભારતીય આર્મીને પાઠ ભણાવશે
જનરલ શરીફે એ વાતનો પણ ઇનકાર કર્યો કે ભારતીય આર્મીએ પાકિસ્તાનમાં કોઇ સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. તેમણે કહ્યુ કે પાક સેના, ભારતીય સેનાને પાઠ ભણાવવા માટે બધી રીતે સક્ષમ છે.

ક્રિકેટર શાહીદ આફ્રીદીના નામ પર ક્રિકેટ સ્ટેડિયમ
જનરલ શરીફે આ વાત ખૈબરના ગ્રામીણ વિસ્તારમાં ક્રિકેટર શાહીદ આફ્રીદીના નામે બનાવવામાં આવેલ એક ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન સમયે કહી. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે તેઓ 29 નવેમ્બરે જ રિટાયર થઇ રહ્યા છે.

નવાઝ શરીફના પણ સૂર એક જેવા
જનરલ શરીફ્ની પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ કેબિનેટ મીટિંગમાં આ જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન પોતાના નાગરિકો પર થઇ રહેલા હુમલા બિલકુલ સહન નહિ કરે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન હંમેશા ભારત તરફથી એલઓસી પર ચાલી રહેલ યુદ્ધવિરામ ઉલ્લંઘન છતાં પોતાને હંમેશા સંયમિત રાખતુ આવ્યુ છે.
પીએમ નવાઝ શરીફે કેબિનેટ મીટિંગમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે વિભાજન બાદ પાક માટે કાશ્મીર એક અધૂરો એજંડા છે અને પાક હંમેશા કાશ્મીરના લોકોને સમર્થન આપતુ રહેશે. તેમણે કાશ્મીરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને આઝાદીની લડાઇ કહી.












Click it and Unblock the Notifications
