'મુશર્રફનું અપમાન થયું તો હરકતમાં આવી શકે છે સેના'

Pervez-Musharraf
ઇસ્લામાબાદ, 23 એપ્રિલઃ અનેક રિટાયર્ડ પાકિસ્તાની જનર્લ્સે ચેતવણી આપી છે કે જો વકીલો અથવા ન્યાયપાલિકાએ પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેજ મુશર્રફનું અપમાન કર્યું તો, સેના પ્રતિક્રિયા આપી શકે છે.

આજે એક મીડિયા એહેવાલ અનુસાર પૂર્વ સેન્ય પ્રમુખ જનરલ(નિવૃત) મિર્જા અસલમ બેગે કહ્યું કે, સેના મુશર્રફના મામલે એક ખાસ સ્તર બાદ ઘટનાક્રમ સહન નહીં કરે. દૈનિક સમાચાર પત્ર ડોનના એક અહેવાલમાં બેગના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, કેટલાક સમૂહ વકીલોને પૂર્વ સેન્ય તાનાશાહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.

બેગે કહ્યું કે, નહીંતર પૂર્વ સેન્ય શાસકને અપમાનિત કરવાની હિંમત તેઓ ના કરી શકત. પૂર્વ પાકિસ્તાની જનરલે કહ્યું કે, જ્યારે મુશર્રફ વિદેશમાં હતા તો કેટલાક લોકોએ તેમના માટે ઝાળ બિછાવ્યું હતું અને સોશિયલ નેટવર્કિંગ મીડિયામાં એવી છબી બનાવી હતી કે પાકિસ્તાન તેમની પ્રતિક્ષા કરી રહ્યું છે અને આત્મનિર્વાસનથી તેમના પુનરાગમન પર તેમનું ઉષ્માપુર્ણ સ્વાગત કરવામાં આવશે.

બેગે કહ્યું કે, ગત મહિને મુશર્રફ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે તેમને અપમાનિત કરવા અને તેમની સાથે સેનાને ગેરજરૂરી કાયદાકિય પ્રક્રિયામાં ઘસેટીને સેનાને ઉશ્કેરવાના શક્ય તેટલા પ્રયાસ કરવામાં આવ્યા. જો વકીલોએ પૂર્વ સેન્ય પ્રમુખને અપમાનિત કરવાનું યથાવત રાખ્યું અને સંસ્થા(સેના)ને અદાલતમાં લઇ જવાના પ્રયાસો કર્યા તો સ્થિતિ ખતરનાક બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X