ASEAN વિકાસનુ કેન્દ્ર છે, વૈશ્વિક પ્રગતિમાં આની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણઃ જાકાર્તામાં પીએમ મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુરુવારે સવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આસિયાન-ઈન્ડિયા સમિટને સંબોધિત કરી હતી.
PM મોદીએ ગુરુવારે સવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આસિયાન-ઈન્ડિયા સમિટને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આસિયાન અને ભારતની અમારી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે. આમ, આ સમિટની સહ-અધ્યક્ષતા કરવી મારા માટે સન્માનની વાત છે.

પીએમ મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સફળ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આપણો ઈતિહાસ અને ભૂગોળ ભારત અને આસિયાનને જોડે છે. આ સાથે સહિયારા મૂલ્યો, પ્રાદેશિક એકતા, શાંતિ, સમૃદ્ધિ અને સહિયારી શ્રદ્ધા પણ આપણને એક સાથે બાંધે છે.
પીએમ મોદીએ કહ્યું કે આસિયાન ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રીય સ્તંભ છે. પીએમએ કહ્યું કે ભારત અને આસિયાન વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે એક ધરતી, એક પરિવાર આપણો મંત્ર છે. આપણે દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂર છે. વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ દરેક ક્ષેત્રમાં અમારા પરસ્પર સહયોગમાં સતત પ્રગતિ થઈ રહી છે.
આસિયાનમાં દરેકનો અવાજ સાંભળવામાં આવે છે. આસિયાન એ કેન્દ્રીય આધારસ્તંભ છે કારણ કે વૈશ્વિક વિકાસમાં આસિયાન ક્ષેત્રની મહત્વની ભૂમિકા છે. વસુધૈવ કુટુમ્નાકમ એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યની આ ભાવના ભારતની G20 અધ્યક્ષતાની થીમ છે. 21મી સદી એશિયાની સદી છે. આ આપણી સદી છે. આપણે દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂર છે. મને ખાતરી છે કે આજની અમારી વાતચીતથી ભારત અને આસિયાન ક્ષેત્રના ભવિષ્યને વધુ મજબૂત કરવા માટે નવા સંકલ્પો લેવામાં આવશે.
આ પહેલા જકાર્તા પહોંચતા પીએમનું પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આસિયાન સમિટમાં હાજરી આપી હતી. હોટલ પહોંચ્યા બાદ પીએમ મોદીનું પહેલાથી જ રાહ જોઈ રહેલા એનઆરઆઈ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
