For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ઓસ્લોમાં કૈલાશ-મલાલાને સન્માનવામાં આવશે નોબેલ પુરસ્કારથી

|
Google Oneindia Gujarati News

ઓસ્લો, 10 ડિસેમ્બર: આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવમાં વધારો થયો છે. પરંતુ બંને રાષ્ટ્રો સાથે અમનના બંને ચહેરાઓને બુધવારે દુનિયાના સર્વોચ્ચ સન્માન નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવશે. ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યૂસૂફઝઇને આ પુરસ્કાર નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત લગભગ બે મહિના પહેલા થઇ ગઇ હતી, પરંતુ હવે વારો છે તેમને સંયુક્ત રીતે નવાઝવાનો. બુધવારે જ્યારે કૈલાશ સત્યાર્થી અને મલાલા યૂસુફઝઇને આ સન્માન મળશે, ત્યારે નોબેલ પુરસ્કારોના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાઇ જશે.

nobel
બાળપણ બચાવો આંદોલનના સંચાલક કૈલાશ સત્યાર્થી ભારતમાં જન્મેલા પહેલા એવા શખ્શ હશે, જેમને શાંતિનું નોબેલ પુરસ્કાર મળ્યું છે. જ્યારે તાલિબાની હુમલા બાદથી સમાચારોમાં છવાયેલી રહેલી મલાલા પાકિસ્તાનમાંથી શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ બની રહેશે. નોબેલ વિજેતાના રૂપમાં પણ નોંધાશે.

'પિતાની સરીખા છે કૈલાશ સત્યાર્થી'
પાકિસ્તાનની મલાલા યૂસુફઝઇ ભારતના કૈલાશ સત્યાર્થીને પિતા સમાન ગણાવે છે, જ્યારે સત્યાર્થી પણ મલાલાને પોતાની દિકરી માને છે. ભારત અને પાકિસ્તાનના આ બંને ચહેરાઓને નોબેલનું સંયુક્ત સન્માન એવા સમયે મળી રહ્યો છે, જ્યારે બંને દેશોની વચ્ચે સત્તાથી લઇને લરહદ સુધીના સંબંધોમાં વણસ્યા છે.

malala
નોબેલ પુરસ્કારની જાહેરાત બાદ મલાલાએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે પુરસ્કાર એનાયતના સમયે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન હાજર રહે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બંને દેશો વચ્ચે અમન અને શાંતિનો નવો માર્ગ ખોલવાની ચાહત હશે, પરંતુ એવું થઇ શક્યું નહીં.

જોકે કૈલાશ અને મલાલા બંને માટે બુધવારનો દિવસ મહત્વનો છે, એટલા માટે નહીં કે મોટું સન્માન મળી રહ્યું છે, પરંતુ એટલા માટે પણ કે તેની સાથે નવા પડકાર પણ સામે આવશે. જોકે સન્માનની સાથે ભાગીદારી પૂર્ણ હોસલા પણ બુલંદ છે, પરંતુ સૌથી મોટો પડકાર બંને દેશોની વચ્ચે સ્થાઇ રીતે શાંતિનો માર્ગ શોધવાનો પણ રહેશે.

English summary
In what can be described as a 'big moment for Asia' today, India's Kailash Satyarthi and Pakistan's Malala Yousufzai will receive the Nobel Peace prize in an official ceremony here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X