For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! પૃથ્વીથી 8600 કિમી દુરથી પસાર થઇ શકે છે ક્ષુદ્ર ગ્રહ

|
Google Oneindia Gujarati News

earth
મોસ્કો, 26 એપ્રિલઃ આકારમાં 20 મીટર વ્યાસવાળી એખ ખગોલીય સંરચના પૃથ્વીથી અત્યંત નજીકથી પસાર થવાની છે. આવનરા 13 વર્ષોમાં આ સંરચના પૃથ્વીથી અત્યંત નજીક( 8,620 કિમી દૂર)થી પસાર થશે જે ઘણી ખતરનાક હોઇ શકે છે. એક ઇટાલિયન ખગોળશાસ્ત્રીએ આ વાત કહી છે.

મિલાન નજીક સ્થિત સરમનો ખગોળીય વેધશાળાના ખગોળશાસ્ત્રી ફ્રાંસેસ્કો મેકાએ કહ્યું કે, ક્ષુદ્રગ્રહ(2013 જીએમ 3)નો પ્રક્ષેપ વક્ર, 14 એપ્રિલ 2026એ પૃથ્વી કેન્દ્રથી 15 હજાર કિલોમીટરના દાયરામાં આવી શકે છે અથવા તો પૃથ્વીથી 8620 કિમી દૂરથી પસાર થઇ શકે છે. જો કે, બાદમાં આ આંકડો પૃથ્વીની એક ત્રિજયાથી થોડો વઘારે છે અને 35700 કિમીની ભુસ્થિર કક્ષાની અંદર છે.

અરિજોના સ્થિત માઉન્ટ લેમન વેધશાળા દ્વારા 2013 જીએમ 3ની એપ્રિલમાં શોધ કરી હતી, પરંતુ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની પહેલાની ગણના બતાવે છે કે આ પૃથ્વીથી 39,000 કિમીના અંતરે પસાર થશે.

English summary
A celestial body 20 metres in diameter will pass dangerously close 8,620 km to the Earth's surface in 13 years, an Italian astronomer has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X