Video : એક નહીં છ વખત પુતિનની હત્યાની કોશિશ થઈ છે, જુઓ હુમલાનો લાઈવ વીડિયો

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી સતત પુતિન પર ખતરાના સમાચારો આવી રહ્યા છે. પહેલા પણ પુતિનની હત્યાના પ્રયાસ થયા છે ત્યારે તાજેતરમાં પણ તેમના પણ ડ્રોનથી હુમલો થયો હતો. જો કે પુનિત સહેજ માટે બચી ગયા હતા.

રશિયાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ પુતિનના નિવાસ સ્થાન ક્રેમલિન પેલેસ પર બે ડ્રોનથી હુમલો કરાયો હતો. આ હુમલો સફળ થાય તે પહેલા જ સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવી દીધો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રશિયાએ આ હુમલાનો આરોપ યુક્રેન પર નાંખ્યો છે.

Putin

આ પહેલીવાર નથી કે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ થયો હોય. આ પહેલા આવા પાંચ પ્રયાસોમાંથી પુતિન બચી ગયા છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે મે મહિનામાં પણ પુતિનની હત્યાનું છડયંત્ર રચાયુ હતું.

ગયા વર્ષે મે મહિનામાં યુક્રેનના ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના ચીફ કાઈરિલો બુડાનોવે ખુલાસો કર્યો હતો કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ તરત જ પુતિનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હમલાખોરો નિષ્ફળ રહ્યા.

તેમના જણાવ્યા અનુસાર, પુતિન પર હુમલો બ્લેક સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેના કાકેશસ વિસ્તારમાં થયો હતો. આ સિવાય બીબીસીએ યુક્રેનની કાઉન્ટર ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે, પુતિન પર 2012માં પણ હુમલો થયો હતો.

અહેવાલો અનુસાર, 2012 માં ચેચન લડવૈયાઓએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રશિયન અને યુક્રેનિયન સેનાએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનામાં બે ચેચન લડવૈયાઓની ધરપકડ પણ કરાઈ હતી.

અન્ય એક પ્રયાસની વાત કરીએ તો, 2003માં બ્રિટિશ કાઉન્ટર ટેરરિસ્ટ પોલીસે ઓક્ટોબરમાં પુતિનની મુલાકાત દરમિયાન તેમની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યુ હતુ. આમાં પણ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક ભૂતપૂર્વ રશિયન સિક્રેટ સર્વિસનો હિટમેન હતો. આ વ્યક્તિએ સ્નાઈપરથી પુતિનની હત્યાની યોજના બનાવી હતી.

આ સિવાય જાન્યુઆરી 2002માં પુતિનની અઝરબૈજાનની મુલાકાત દરમિયાન તેમની હત્યાના છડયંત્ર માટે એક ઈરાકી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિના સંબંધો અફઘાનિસ્તાન અને ચેચન લડવૈયાઓ સાથે હોવાના પણ અહેવાલ આવ્યા હતા.

પુતિનને મારવાનો એક પ્રયાસ 2002માં પણ થયો હતો. આ વખતે પુતિનની કારને નિશાન બનાવીને હત્યાની યોજના બનાવાઈ હતી. આ વખતે એક કામમાંથી 40 કિલો વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X