For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્ટ્રેલિયામાં 2600 લોકો પર જેલીફિશનો હુમલો, બીચ બંધ

ઑસ્ટ્રેલિયામાં સોમવારે કવીન્સલેન્ડ રાજ્યમાં બ્લુબોટલ જેલીફિશએ હજારો લોકોને ડંખ માર્યો. જેલી ફિશના હુમલાને કારણે દેશમાં બધા જ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઑસ્ટ્રેલિયામાં સોમવારે કવીન્સલેન્ડ રાજ્યમાં બ્લુબોટલ જેલીફિશએ હજારો લોકોને ડંખ માર્યો. જેલી ફિશના હુમલાને કારણે દેશમાં બધા જ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. સોમવારે અધિકારીઓ ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે. સર્ફ લાઈફ સેવિંગ કવીન્સલેન્ડ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વીકએન્ડ પર 2600 કરતા પણ વધારે લોકોનો ઉપચાર કરવામાં આવ્યો છે. બ્લુબોટલ જેલી ફિશનો ડંખ ખુબ જ દર્દનાક હોય છે પરંતુ તેનાથી જીવનનું કોઈ પણ પ્રકારનું જોખમ નથી હોતું.

jellyfish

જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ખુબ જ ઝડપથી હવાઓ ચાલી રહી હતી, જેને કારણે જેલી ફિશ ઝુંડ દરિયા કિનારે આવી ગયું. ગયા અઠવાડિયે લગભગ 13,000 ડંખ રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ આંકડા ગયા વર્ષના આંકડા કરતા ત્રણ ગણા વધારે છે. લેટેસ્ટ ઘટનાઓમાં વધારે મામલા કવીન્સલેન્ડમાં વધારે વસ્તી વાળા વિસ્તાર ગોલ્ડ કોસ્ટ અને સનશાઈન કોસ્ટ રિઝનના છે. બ્લુબોટલ જેલી ફિશ વાદળી રંગની થેલીઓ જવી દેખાય છે અને લગભગ 15 સેન્ટિમીટર જેટલી લાંબી હોય છે. જયારે લોકો પાણીમાં અથવા રેતી પર જાય છે ત્યારે તે સરળતાથી ડંખ મારી શકે છે.

આ પણ વાંચો: મેકડોનાલ્ડમાં એવું શુ થયું કે ગ્રાહક મહિલા કર્મચારી સાથે મારામારી કરવા લાગ્યો?

English summary
Australia beaches shut down as 2600 people have been stung by bluebottle jellyfish in Queensland state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X