For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્લફ્રેન્ડ સાથે ન્યૂડ હાઇડ એન્ડ સીક રમતા ફસાયો વોશિંગ મશીનમાં

|
Google Oneindia Gujarati News

વિક્ટોરિયા, 7 જાન્યુઆરીઃ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના મૂરુપના વિસ્તારમાં રહેતા જોનની ગર્લફ્રેન્ડ એલી(બન્નેના નામ બદલેલા છે) તેને તેના ઘરે મળવા માટે આવી. બન્ને મસ્તીના મૂડમાં હતા, નિર્વસ્ત્ર થઇને બન્ને હાઇડ એન્ડ સીક એટલે છૂપાછૂપીની ગેમ રમવાનું નક્કી કર્યું. આ ગેમ 15 મીનિટ જ ચાલ્યો હશે કે અચાનક બાથરૂમમાંથી બૂમો પાડવાની અવાજો સાંભળવા મળી. એલી તુરંત પહોંચી તો જોયુ કે વોશિંગ મશીનની અંદર જોન નિર્વસ્ત્ર અવસ્થામાં ફસાઇ ગયો છે.

washing-machine-girl-boy
આ અજીબો-ગરીબ ઘટના ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરના મૂરુપનાની છે, જ્યાં એક 20 વર્ષીય યુવક નગ્ન અવસ્થામાં વોશિંગ મશીનમાં છૂપાયો હતો ત્યારે ફસાઇ ગયો. આ યુવકને બહાર કાઢવા માટે પોલીસને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમની મદદ લેવી પડી. જોને જણાવ્યું કે, રમતી વખતે તેના મગજમાં મસ્તી કરવાનું સૂજ્યુ અને તે વોશિંગ મશીનમાં જઇને છૂપાઇ ગયો. વિચાર્યું કે તે તેને નહીં શોધી શકે, પરંતુ આ અજબ ગજબ ડેટિંગની બધી મજા ત્યારે બગડી ગઇ જ્યારે તે મશીનની બહાર નીકળી શક્યો નહીં.

જોન એ રીતે મશીનના વોશરમાં ફશાઇ ગયો કે, તે જાતે નીકળી શકે તેમ નહોતો, એલીએ પણ અનેક પ્રયાસો કર્યા, પરંતુ જોનને બહાર કાઢવામાં તે નિષ્ફળ નીવડી. ત્યારે તેણે તેના મિત્રોને ફોન કર્યો. મિત્રોએ પણ અનેક પ્રયાસો કર્યા પરંતુ જોનને વોશિંગ મશીનમાંથી બહાર કાઢી શક્યા નહીં. ત્યારે મિત્રોએ પોલીસને ફોન કર્યો. પોલીસને જ્યારે આ ઘટના જણાવવામાં આવી તો પોલીસ પોતાની સાથે રેસ્ક્યૂ ટીમને લઇને જોનના ઘરે પહોંચી.

રેસ્ક્યૂ ટીમે પણ અનેક પ્રયાસ કર્યા પરંતુ રેસ્ક્યુ ઓફીસરના કહેવા પર જોનના શરીર પર ઓલીવ ઓઇલ લગાવવામાં આવ્યું, જેનાથી તેની ત્વચા નરમ પડી ગઇ અને તેને મશીનમાંથી બહાર કાઢવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયામાં આ સમાચાર જ્યારે ઇન્ટરનેટમાં વાયરલ થયા, ત્યારે બધાએ અજીબો ગરીબ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોઇકે પૂછ્યુ કે ગર્લફ્રેન્ડ આવી એ સમયે જોન નગ્ન થઇને મશીનમાં કેમ ઘુસ્યો? તેને ઉદ્દેશ્ય શુ હતો? જો હું ફસાઇ જાઉ તો શું ઓલિવ ઓઇલના તેલથી મને બહાર કાઢવો યોગ્ય રહેશે? એકે પૂછ્યુ કે તેની ગર્લફ્રેન્ડને પૂછ્યું કે તેના પર શું વીતિ હશે, જ્યારે તેણે તેના બોયફ્રેન્ડને મશીનમાં જોયો હશે?

ઓસ્ટ્રેલિયા મીડિયાએ જ્યારે જોનને પ્રશ્ન કર્યો તો તેણે જવાબ આપ્યો કે, તેના માટે આ ઘટના કોઇ ટ્રોમાંથી કમ નથી. ખરા અર્થમાં તે જોવા માગતો હતો કે નગન અવસ્થામાં વોશિંગ મશીનની અંદર બેસી શકાય છે.

નોંધનીય છે કે, ગયા અઠવાડિયે અમેરિકામાં 11 વર્ષની એક બાળકી હાઇડ એન્ડ સીક રમતી વખતે વોશિંગ મશીનની અંદર છૂપાઇ અને ફસાઇ ગઇ. બાળકી રડવા લાગી. એ દરમિયાન ઘરમાં માત્ર દાદીમા અને અન્ય બાળકો હતો. સાંજ સુધી ફસાયેલી રહેલી બાળકીને બપોરનું ખાવાનું પણ વોશિંગ મશીનમાં આપવામાં આવ્યું. સાંજે જ્યારે બાળકીના માતા ઘરે આવ્યા અને તેઓ પણ તેને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યાં ત્યારે પોલીસને ફોન કરવામાં આવ્યો. પોલીસે પણ ફાયર બ્રિગેડની ટીમની મદદ લીધી અને બાળકીને 90 મીનિટની મહેનત બાદ બહાર કાઢવામાં આવી.

English summary
A naked man in Australia was left embarrassed after he got stuck in a washing machine while hiding in it to surprise his girlfriend and had to be rescued by the police who greased him up with olive oil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X