For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine: જાન્યુઆરીમાં રસી આવી જશે, ઓસ્ટ્રેલિયાનું એલાન

Corona Vaccine: જાન્યુઆરીમાં રસી આવી જશે, ઓસ્ટ્રેલિયાનું એલાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ જોત જોતામાં આખી દુનિયામાં ફેલાઈ ગયો. સેંકડો દેશોએ કોરોનાને રોકવા માટે લૉકડાઉન જેવા સખ્ત પગલાં ઉઠાવ્યાં છતાં બહુ ઓછા દેશમાં કોરોના પર કાબૂ મેળવી શકાયો છે. હવે દરરોજ લાખોની સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. સાથે જ હજારો લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. કોરોના વાયરસની વેક્સીન ના આવી જાય ત્યાં સુધી આવા જ હાલાત રહેશે. આ દરમ્યાન ઓસ્ટ્રેલિયાએ રાહતના સમાચાર આપ્યા છે.

હેલ્થ મિનસ્ટરનું એલાન

હેલ્થ મિનસ્ટરનું એલાન

ઑસ્ટ્રેલિયાના હેલ્થ મિનિસ્ટર ગ્રેગ હંટે કહ્યું કે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસની એક વેક્સીન આવી જશે. જેના બે શોટ્સ લોકોને આપવામાં આવશે. આ વેક્સીન સુરક્ષિત છે અને કેટલાય વર્ષો સુધી લોકોની કોરોના વાયરસથી રક્ષા કરશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સરકારે ઑક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી વિકસીત વેક્સીન પણ ખરીદવાની ડીલ કરી છે. ગ્રેગ હંટ મુજબ જો આ વેક્સીન સુરક્ષિત સાબિત થઈ તો ક્વીંસલેન્ડ વિશ્વવિદ્યાલયમાં તેને વિકસિત કરવામાં આવશે.

લાઈફટાઈમની ગેરંટી નહિ?

લાઈફટાઈમની ગેરંટી નહિ?

હંટે જણાવ્યું કે કોઈ શખ્સને વેક્સીન આપ્યાના એક મહિના બાદ તેને બૂસ્ટર અથવા તો બીજો શોટ જોઈશે. તેમણે કહ્યું કે વેક્સીન લાઈફટાઈમ સફળ થવાની ગેરંટી ના લઈ શકીએ. ક્વીંસલેન્ડ યૂનિવર્સિટીમાં પહેલા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જ્યારે ઑક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ ત્રીજા ફેઝનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. વેક્સીન અપ્રુવ થયા બાદ જનતા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. આગામી વર્ષ સુધી ઓસ્ટ્રેલિયા સરકારને 80 મિલિયન રસી જોઈશે. જેમાંથી 3.8 મિલિયન રસી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જોઈએ છે, જેથી ફ્રંટલાઈન પર કામ કરી રહેલા વર્કર્સને બચાવી શકાય.

કેટલામાં મળશે વેક્સીન? How much corona vaccine cost?

કેટલામાં મળશે વેક્સીન? How much corona vaccine cost?

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરીસને એક એલાન કર્યું હતું. તે દરમ્યાન તેમણે કહ્યું હતું કે કોરોનાની વેક્સીન દરેક નાગરિક માટે ફરજીયાત હોવી જોઈએ. જો આ વેક્સીન સફળ સાબિત થઈ તો અમે તેને તૈયાર કરશું અને અમારી સિસ્ટમ અંતર્ગત 25 મિલિયન ઓસ્ટ્રેલિયાઈ નાગરિકો માટે તરત સપ્લાઈ કરશું. આના માટે સરકાર તરફતી કોઈ પૈસા લેવામાં નહિ આવે. સાથે જ 100 મિલિયન સીરિંજ ખરીદવામાં આવશે, જેથી વેક્સીનેસન દરમ્યાન તેની કમી ના આવે.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
australian PM reveals how much corona covid 19 vaccine will cost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X